Video: માતાએ દૂધથી સ્નાન કરાવ્યું, દીકરાએ કાપ્યો ‘હેપ્પી ડિવોર્સ’ કેક; તલાકનો આ ગ્રાન્ડ સેલિબ્રેશન જોઈને તમે દંગ રહી જશો!
ભારતમાં લગ્ન ભલે ધામધૂમથી ઉજવાતા હોય, પરંતુ શું તમે ક્યારેય કોઈના તલાકનું ગ્રાન્ડ સેલિબ્રેશન જોયું છે? જો નહીં, તો હવે જોઈ લો! કર્ણાટકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેના છૂટાછેડાને દુઃખ નહીં, પરંતુ ખુશી અને આઝાદીના અવસર તરીકે અનોખી રીતે ઉજવતો જોવા મળી રહ્યો છે. ‘હેપ્પી ડિવોર્સ’નો આ વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થયો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ‘ભાઈને સાચી આઝાદી મુબારક!’
દૂધ સ્નાન અને ‘હેપ્પી તલાક’ કેક
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિની માતા તેને જમીન પર બેસાડીને દૂધથી સ્નાન કરાવી રહી છે. સામાન્ય રીતે આ મંદિરોમાં થતી શુદ્ધિકરણની વિધિ છે, પરંતુ અહીં આ વિધિ દીકરાના તલાક અને તેની નવી જિંદગીની શરૂઆત માટે કરવામાં આવી છે.
ત્યારબાદ આ વ્યક્તિ વરરાજાની જેમ તૈયાર થાય છે અને હસતાં-હસતાં એક ચોકલેટ કેક કાપે છે, જેના પર લખ્યું છે: “હેપ્પી તલાક! 120 ગ્રામ સોનું. 18 લાખ રોકડા.”
View this post on Instagram
‘આઝાદ છું, ખુશ છું અને સિંગલ છું’
વીડિયોમાં આ વ્યક્તિ નોટોની ગડ્ડીઓ બતાવતા દાવો કરે છે કે તેણે પૂર્વ પત્નીને ₹18 લાખ રોકડા અને 120 ગ્રામ સોનું આપીને પરસ્પર સહમતિથી તલાક લીધા છે.
આ શખ્સે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @iamdkbiradar પર આ વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે: “સિંગલ છું, ખુશ છું અને આઝાદ છું.”
આ વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, અને લોકો આ અનોખા સેલિબ્રેશન પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે કટાક્ષ કર્યો, “મમ્માઝ બોય! હવે તે (પૂર્વ પત્ની) પહેલા કરતા વધુ સારી સ્થિતિમાં હશે.”
અન્ય યુઝરે કહ્યું, “નવી જિંદગી મુબારક હો ભાઈ.”