સુરત ભાજપ સંગઠન માળખા માટે ધમધમાટ શરૂ: 20 હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકો સેન્સ લેશે
ગુજરાત ભાજપમાં નવા પ્રમુખ નિમાયા બાદ શહેર અને જિલ્લાનાં સંગઠન માળખા માટેનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરત ભાજપના પદાધિકારીઓ નિમવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના કારણે સંગઠનમાં નિયુક્તિના અરમાનો રાખનારા દાવેદારોમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.

ભાજપ સૂત્રોનાં જણાવ્યા મુજબ બે નિરીક્ષકો સેન્સ લેશે અને નામોનું લિસ્ટ તૈયાર કરીને ચર્ચા કરશે.સુરતના 12 ધારાસભ્ય પોતના વિસ્તારમાંથી નામો નિરીક્ષકોને આપવામાં આવનાર છે.સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વર્ષમાં સુરત શહેર ભાજપ સંગઠનમાં મહત્ત્વનો બદલાવ આવશે.
સુરત મહાનગર ભાજપમાં શહેર પ્રમુખ સિવાયના બાકી 20 હોદ્દેદારોની પસંદગી માટે મહત્ત્વનું મંથન થશે. વડોદરા અને ગોધરાના બે નિરીક્ષકો ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે 24 જેટલા અપેક્ષિત સભ્યોને સેન્સ લેશે.

રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે શહેર અને જિલ્લામાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની પસંદગીનો દોર શહેર અને જિલ્લામાં સંગઠનના પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે,પરંતુ હજુ મહામંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારોની પસંદગી બાકી છે. સુરત મહાનગરમાં પણ છેલ્લા આઠ મહિનાથી પ્રમુખ તરીકે પરેશ પટેલ કાર્યકાલ સંભાળી રહ્યા છે.
