ગુજરાતમાં વડા પ્રધાન અને અમિતભાઇ શાહ આવ્યા બાદ મંત્રીમંડળમાં થશે મોટી ઉથલપાથલઃ સીએમ મંગળવારે લિસ્‍ટ લઇને દિલ્‍હી જશે……

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

ગુજરાતમાં વડા પ્રધાન અને અમિતભાઇ શાહ આવ્યા બાદ મંત્રીમંડળમાં થશે મોટી ઉથલપાથલઃ સીએમ મંગળવારે લિસ્‍ટ લઇને દિલ્‍હી જશે……

ગુજરાતમાં ૧૨ થી ૧૫ નવા ચહેરાઓ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના મંત્રીમંડળમાં આવી શકે છે….?ગુજરાતમાં નબળી કામગીરી કરનારા રાજ્યના મંત્રીઓ કપાશે, જેમાં હાલમાં ૬ રાજ્‍યકક્ષા અને ૩ કેબિનેટ કક્ષાના મંત્રીઓની હકાલપટ્ટી હવે નિચ્ચિત મનાઈ રહ્યું ……?

અમદાવાદ : ગુજરાતમાં 15ની વિધાનસભા ના ચાર વર્ષ જૂની ભૂપેન્‍દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્‍તરણ થવા જઇ રહ્યું છે. જયારે રાજ્યમાં અનેક અટકળોના અંતે હવે નવરાત્રી દરમ્‍યાન ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરવમાં આવી રહ્યું છે. હાલમાં રાજ્યના વર્તમાન ક્‍યા કયા મંત્રી કપાશે અને ક્‍યા કયા નવા ચહેરા આવશે તે અંગે અટકળો રાજ્યના પાટનગરમાં વહેતી થઇ છે.

- Advertisement -

ગુજરાતમાં નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના બાદ અંતે કેબિનેટના વિસ્‍તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે. ખાસ કરીને રાજ્યમાં નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે રાજ્યમાં અલગ અલગ નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે…..?

ગુજરાતમાં રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે આ ચાર વર્ષ પછી થનારા વિસ્‍તરણમાં ૧૨ થી ૧૫ નવા ચહેરા આવી શકે છે. રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આ હેતુસર આજે મંગળવારે સવારે ગાંઘીનગર ખાતે એક કાર્યક્રમ માં હાજરી આપીને નવી દિલ્‍હી જઇ રહ્યાં છે. તેમની મુલાકાત દરમ્‍યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ વિસ્‍તરણ નિતિ થશે…….?

- Advertisement -

CM Patel.jpg

ગુજરાતમાં ભૂપેન્‍દ્ર પટેલે ની સરકારમાં તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે.

વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૭માં થવાની છે ત્‍યારે તે પહેલાં કેબિનેટનું વિસ્‍તરણ કરીને ભાજપ હાઇકમાન્‍ડ એન્‍ટી ઇન્‍કમબન્‍સી ફેક્‍ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્‍ડે ગુજરાતનું આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્‍યું હોવાના દાખલા છે. હવે જોવાનું એ રહે છે કે હાલના રાજ્યના મંત્રીમંડળમાંથી ક્‍યા સભ્‍યો કપાય છે અને ક્‍યા નવા ચહેરાઓને સ્‍થાન મળે છે.

હાલના મંત્રીમંડળમાં મુખ્‍યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્‍યો છે. જ્‍યારે સ્‍વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે. એ ઉપરાંત રાજ્‍યમંત્રીમાં બીજા છ મંત્રીઓ મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.

- Advertisement -

એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં સરકારમાંથી કેબિનેટમાંથી ત્રણ અને રાજ્‍યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે…..? પરંતુ છેલ્‍લી ઘડીએ હાઇકમાન્‍ડ ક્‍યો ફેસલો કરે છે તે રાજ્યના મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે. ઉલ્‍લેખનીય છે કે ગુજરાત સરકારની કેબિનેટમાં રાજ્‍યકક્ષાના મંત્રી બચુ ખાબડના થતા અમુક ધારાસભ્ય ના કારણે ભાજપની પ્રતિષ્ઠા પર ઘાગ અને દાવ પર લાગી છે……? એટલું જ નહીં રાજ્યમાં એક ડઝન કરતાં વધુ સભ્‍યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી…….?

amit shah.jpg

હાલમાં દેશના વડા પ્રધાન અને કેન્દ્રીય ગુહ મંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા

અને કેટલીક બાબતે ગુજરાત ભાજપ ના પ્રમુખ સી આર પાટીલ સાથે ગંભીર પરામર્શ કરવમાં આવ્યું હતું અને અમિતભાઇ શાહ સુરતમાં સીઆર પાટીલ સાથે સાથે દેખાયા હતા તેના તેના પરથી ઘણા સંદેશ મળતા હતા અને સુરતની મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રત્રકાર સાથે મુલાકાત ટાળવામાં આવી હતી સર્કિટ હૉઉસ ખાતે કોઈ રાજકીય નેતા હોય કે બિઝનેશ મેન મળ્યા ન હતા ….?

સવારે ગુજરાતના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે નાસ્તો સાથે કર્યો હતો ઘણી નાનાં નાનાં મુદા પર ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજકોટ ખાતે સહકારી મંડળ કાર્યક્રમ ભાગ લીધો હતો ત્યાં પણ ઘારાસભ્યં ને અલગ અલગ સમાજ ના આગેવાન સાથે પરામર્શ કરવામાં આવી હતી આજે બપોરે રાજ્યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિલ્‍હી પ્રવાસ બાદ મંત્રીમંડળમાં આવી શકે સમાચાર …..?હાલમાં ગાંધીનગર ખાતે સચિવાયમાં અટકળોના તેજ થઇ રહ્યું છે ……?દિલ્હી થી પરત આવ્યા બાદ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ મંત્રીમંડળમાં ફરેફાર થશે તે જોવાનું રહેશે ……?

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.