હવે RTOમાં લાગવગ નહીં ચાલે: ગુજરાતમાં જાન્‍યુઆરીથી AI ડ્રાઇવિંગ લાયસન્સ આપશે, સૌપ્રથમ મોડાસા RTOમાં AIનો અમલ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

હવે RTOમાં લાગવગ નહીં ચાલે: ગુજરાતમાં જાન્‍યુઆરીથી AI ડ્રાઇવિંગ લાયસન્સ આપશે, સૌપ્રથમ મોડાસા RTOમાં AIનો અમલ

ગુજરાતમાં આગામી પહેલી જાન્‍યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્‍સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હવે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર મોડાસા કચેરીમાં AI ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે. જ્‍યારે ગાંધીનગર RTOમાં AI ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે AI ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે. ટેસ્‍ટ આપતી વખતે અરજદાર ક્‍યારે કઈ કઈ ભૂલ કરે છે તેનું મોનીટરિંગ આર્ટીફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બનશે.

રાજ્‍યની વાહનવ્‍યવહાર કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સહિત રાજ્‍યભરની પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીઓ (RTO)માં ડ્રાઈવિંગ ટેસ્‍ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (AI) બેઝ વીડિયો એનાલિટિક ટેક્રોલોજી અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે ગાંધીનગર RTOમાં પણ AI ટ્રેકનું કામ ચાલી રહ્યુ છે. જો કે તે સંપૂર્ણ કાર્યરત થતા એક સપ્તાહનો સમય લાગી શકે તેમ હોવાથી તા.૮ને બુધવારથી જૂની પદ્ધતિથી ડ્રાઇવિંગ ટેસ્‍ટ લેવાનું ચાલુ કરવાની શક્‍યતા છે.

- Advertisement -

અરજદારની તમામ મૂવમેન્‍ટ પર 18 કેમેરાની બાજ નજર

આરટીઓનાં ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક પર 18 કેમેરા લગાવવામાં આવશે. ડ્રાઇવિંગનો ટેસ્‍ટ આપનાર અરજઘરની દરેક નાની-મોટી મૂવમેન્‍ટ પર કારણે બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. હાલની વર્ષો જૂની સિસ્‍ટમ સોફટવેરની ખામીઓને અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ AI સિસ્‍ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. AI ડ્રાઇવિંગ ટેસ્‍ટના પરિણામે 100 ટકા સચોટ રિઝલ્‍ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્‍કીલમાં પણ સુધારો થશે.

driving license

- Advertisement -

ગુજરાતમાં વાહન ચાલકના ડ્રાઇવિંગની ગુણવત્તા સુધરવાથી આખરે માર્ગ અકરમાતોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાવાની શક્‍યતા રહેશે.

વીડિયો એનાલિટિક ટેકનોલોજીમાં માનવ હસ્‍તક્ષેપ રહેશે નહીં

રાજ્‍યની તમામ RTO કચેરી માં AI આધારિત ટ્રેક શરૂ થવાથી ડ્રાઇવિંગ ટેસ્‍ટના પરિણામ પર મોટો ફેરફાર જોવા મળશે. ગાંધીનગર RTO અધિકારી ડી. બી. વણકરે એવી સંભાવના વ્‍યક્‍ત કરી કે, AI ટ્રેક તૈયાર થયા પછી ડ્રાઇવિંગ ટેસ્‍ટમાં પાસ થવાનો રેશિયો ઘટી શકે છે. નવી આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ વીડિયો એનાલિટિક ટેક્રોલોજીમાં માનવ હસ્‍તક્ષેપ રહેશે નહીં.

car

- Advertisement -

માનવ હસ્‍તક્ષેપ રહેશે નહીં?

સરકારનો ઉદ્દેશ્‍ય ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને સમગ્ર દેશમાં સૌથી વધુ આધુનિક, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે, જેથી યોગ્‍ય કૌશલ્‍ય ધરાવતા વાહનચાલકોને જ લાયસન્સ મળી શકે. એટલા માટે ગુજરાત વાહન વ્‍યવહાર વિભાગે રાજ્‍યમાં ડ્રાઇવિંગ ટેસ્‍ટની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) બેઝઝ્‍ડ વીડિયો એનાલિટિક ટેક્રોલોજી લાગુ કરવાનું આયોજન કર્યુ છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.