વડોદરા શહેરના સરદાર એસ્ટેટ નજીકના દશાલાડવન પાસે એક ખુલ્લા પ્લોટમાં આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગવાની ઘટના અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરાતા સ્થળ ઉપર દોડી ગયેલ બે ફાયર ફાયટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું પરંતુ આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.