સદીથી માત્ર એક રન દૂર આઉટ થયા તિલક વર્મા: દૂલીપ ટ્રોફી ફાઇનલમાં કેપ્ટનની એક ભૂલ પડી ભારે
દુલીપ ટ્રોફી ૨૦૨૬ ની ફાઇનલ મેચમાં સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા અત્યંત કમનસીબ રીતે પોતાની સદી ચૂક્યા છે. પૂર્વ ઝોન સામે રમાઈ રહેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં તિલક વર્મા માત્ર ૯૯ રનના અંગત સ્કોરે આઉટ થતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. એક તરફ ટીમની નવ વિકેટ પડી ગઈ હતી અને બીજી તરફ કેપ્ટન પોતાની સદીથી માત્ર એક જ રન દૂર હતા. પરંતુ અતિ ઉત્સાહ અને શોટ સિલેક્શનમાં થયેલી એક નાની ભૂલ તેમને ખૂબ જ મોંઘી પડી હતી, જેના કારણે તેઓ પોતાની યાદગાર સદી પૂર્ણ કરી શક્યા નહોતા.
મેચની પરિસ્થિતિ અત્યંત નાજુક હતી ત્યારે તિલક વર્મા ટીમને સંભાળી રહ્યા હતા. પરંતુ સદીના આંકડા નજીક પહોંચતા જ લેવાયેલો એક ઉતાવળિયો નિર્ણય તેમની ઇનિંગનો અંત લાવવા માટે કારણભૂત બન્યો હતો.

ઈસ્ટ ઝોનના ૭૦૮ રનના જવાબમાં સાઉથ ઝોનની નબળી શરૂઆત
આ ફાઇનલ મુકાબલામાં ઈસ્ટ ઝોનની ટીમે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર ૭૦૮ રનનો વિશાળ પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો. ઈસ્ટ ઝોન તરફથી કેપ્ટન ઈશાન કિશને અદ્ભુત રમત બતાવતા ૨૭૦ રનની વિસ્ફોટક અને ઐતિહાસિક બેટિંગ કરી હતી. આ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ ઝોનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈસ્ટ ઝોનના બોલરો સામે સાઉથ ઝોનના બેટ્સમેનો એક પછી એક પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા.
ત્રીજા દિવસના અંત સુધીમાં સાઉથ ઝોને ૨૪૨ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, કેપ્ટન તિલક વર્મા એક છેડે મજબૂતાઈથી ટકી રહ્યા હતા. ચોથા દિવસે પણ અન્ય બેટ્સમેનો ઝડપથી આઉટ થતા રહ્યા, પરંતુ તિલક વર્માએ પોતાની લડાયક બેટિંગ ચાલુ રાખી હતી. જ્યારે ટીમે પોતાની ૯મી વિકેટ ગુમાવી દીધી ત્યારે આખી સ્ટેડિયમની નજર તિલક વર્માની સદી પર ટકેલી હતી.
૯૯ રને કઈ રીતે થઈ ભૂલ? મોહમ્મદ કુરેશીનો અદ્ભુત કેચ
સાઉથ ઝોનની ૯ વિકેટ પડી ગયા બાદ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું અંંતિમ બેટ્સમેન એમડી નિધીશ ક્રિઝ પર એટલો સમય ટકી શકશે કે જેથી તિલક વર્મા પોતાનો એક રન બનાવીને સદી પૂરી કરી શકે. પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ખુદ તિલક વર્મા જ પોતાની ભૂલથી આઉટ થઈ જશે.
ઈસ્ટ ઝોનના બોલર મોહમ્મદ કુરેશીએ ઓફ-સ્ટમ્પની બહાર ફ્લાઇટેડ બોલ ફેંક્યો હતો. આ ટર્ન થતા બોલ સામે તિલક વર્માએ જગ્યા બનાવીને કવર્સ તરફ ડ્રાઇવ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ પિચ પર પડીને થોડો ટર્ન થયો અને તિલકના બેટનું ઉપરનું અંદરનું પાસું (Leading Edge) લઈને સીધો બોલર મોહમ્મદ કુરેશી તરફ હવામાં ગયો. કુરેશીએ કોઈ પણ ભૂલ કર્યા વિના પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડી લીધો હતો. આ સાથે જ તિલક વર્મા ૨૧૧ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૯૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
South Zone are 336 all out. East Zone take a lead of 372 runs in the first innings!
Kounain Quraishi takes the final wicket as Captain Tilak Varma misses out on his century by one run.
The South Zone captain is being appreciated by the East Zone players as he walks off 👏… pic.twitter.com/IizgxUK8K4
— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026
પ્રથમ ઇનિંગ્સના આધારે પૂર્વ ઝોન પાસે ૩૭૨ રનની પ્રચંડ લીડ
તિલક વર્માની આ આઉટ થવાની ઘટના સાથે જ સાઉથ ઝોનની પ્રથમ ઇનિંગ્સ ૩૩૬ રનના સ્કોર પર સમટાઈ ગઈ હતી. ઈસ્ટ ઝોનના પ્રથમ ઇનિંગ્સના ૭૦૮ રનના જવાબમાં સાઉથ ઝોનની ટીમ અડધા રન પણ બનાવી શકી નહોતી. જેના પરિણામે ઈસ્ટ ઝોનને પ્રથમ ઇનિંગ્સના આધારે ૩૭૨ રનની વિશાળ અને નિર્ણાયક લીડ પ્રાપ્ત થઈ હતી.
