આજે શ્રાવણ માસનો ભૌમ પ્રદોષ
આજનો દિવસ ખાસ છે, કારણ કે 22 જુલાઈ 2025 શ્રાવણ મહિનાનો બીજો મંગળવાર છે અને સાથે પહેલો ભૌમ પ્રદોષ પણ છે. આ દિવસે મંગળદોષ શમન માટે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન શિવની આરાધના કરે છે. આજના દિવસે પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી મુજબ કેટલીક રાશિઓ માટે દિવસ શુભ છે, તો કેટલીક માટે સાવચેત રહેવું જરૂરી છે. ચાલો, જાણીએ તમામ રાશિનું સંપૂર્ણ રાશિફળ
મેષ
આજે આરોગ્ય પર ધ્યાન આપો. બિનજરૂરી ખર્ચથી બચો. ધ્યાન અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો લાભદાયક રહેશે. વ્યવસાય ધીમી ગતિથી ચાલે તેમ છે.
વૃષભ
કાર્યસ્થળે વ્યસ્તતા રહેશે, પણ મહેનતનું પરિણામ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફરના યોગ છે. પરિવારમાં સહકાર મળશે. યાત્રા ફાયદાકારક રહેશે.
મિથુન
જીવનસાથીનો સહયોગ મળશે. વ્યવસાયમાં નવી તકો, પણ ઉતાવળ ટાળો. પરિવાર સાથે સમય વિતાવવો શાંતિદાયક રહેશે.
કર્ક
સામાજિક સ્થિતિ મજબૂત થશે. આધ્યાત્મિક રસ જાગશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
સિંહ
વિશ્વાસ જરાયે નહિ કરવો. રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. નાણાકીય ચિંતા હશે, પરંતુ ઉકેલ મળશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે.
કન્યા
દિનચર્યામાં ફેરફારથી કામ પ્રભાવિત થશે. પરિવારમાં શુભ પ્રસંગના યોગ છે. વ્યવસાયમાં લાભ શક્ય છે.
તુલા
અટકેલા પૈસા પરત મળશે. આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. મનોરંજન અને સર્જનાત્મકતા વધશે.
વૃશ્ચિક
સ્વાસ્થ્ય વિશે બેદરકાર ન બનો. નવી રોકાણ તકો આવશે. સમજદારીથી નિર્ણય લેવો. પ્રતિષ્ઠામાં વધારો થશે.
ધન
સંબંધોમાં મીઠાશ રાખો. નવી યોજનાઓ ઘડશો. નાણાકીય રીતે દિવસ અનુકૂળ છે. શનિદેવની પૂજા કરશો.
મકર
નોકરી બદલવા ઈચ્છા ઊભી રહેશે. બાળકો માટે ચિંતા થઈ શકે છે. સમજદારીથી લીધેલા નિર્ણય લાભ આપશે.
કુંભ
સમયની કદર કરો. ઈર્ષ્યા છોડો અને મહેનત પર ધ્યાન આપો. કાનૂની બાબતોમાં લાભ મળે. વિશ્વાસ કરતા પહેલા વિચાર કરો.
મીન
કામ સમયસર ન થવાથી બેચેની રહેશે. સર્જનાત્મકતા વધશે. જીવનસાથીની ભાવનાઓ સમજવી મહત્વપૂર્ણ છે.
આજ માટે શુભ રાશિઓ છે: વૃષભ, મિથુન, કર્ક, તુલા અને ધનુ.
આજનો ભૌમ પ્રદોષ તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ!