યુએસ ઇમિગ્રેશન: ટ્રમ્પનો કડક આદેશ – ગ્રીન કાર્ડ ધારકો માટે ગેંગને ટેકો આપવો ભારે પડી શકે
અમેરિકા હવે માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ નહીં, પરંતુ કાયમી રહેવાસીઓ સામે પણ કડક વલણ અપનાવી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના આરંભે જ એવા ગ્રીન કાર્ડ ધારકો માટે ચેતવણીરૂપ આદેશ જારી કર્યો છે, જે વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલી ગેંગને ટેકો આપે છે.
ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર 14159 મુજબ, કોઈ પણ ગ્રીન કાર્ડ ધારક જો ગેંગ અથવા અન્ય વિદેશી આતંકવાદી સંગઠનને ટેકો આપે છે તો તેના વિરુદ્ધ ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરી તેમને દેશમાંથી હાંકી કાઢી શકાય છે.
ઇમિગ્રેશન કાયદાની જોગવાઈઓ શું કહે છે?
આદેશ અનુસાર, 1952 ના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) ની કલમ 212 અને 237 લાગુ થાય છે. કલમ 237(a)(4)(B) મુજબ, જો કોઈ ગ્રીન કાર્ડ ધારક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સહભાગી છે કે ટેકો આપે છે, તો તે દેશનિકાલ પાત્ર બની જાય છે.
યુએસ નાગરિકોને પણ આવી જ કડક જોગવાઈઓનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ નાગરિક ઓળખીને કોઈ વિદેશી આતંકવાદી સંગઠનને મદદ કરે છે, તો તેને 20 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે.
TRF પર ખાસ ધ્યાન
18 જુલાઈ 2025ના રોજ અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. TRF, જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું માનવામાં આવે છે, એણે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો કર્યો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. તેથી હવે TRF સાથે જોડાયેલા કોઈ પણ ગ્રીન કાર્ડ ધારકને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
ભારતીયો માટે અસર
અમેરિકામાં રહેતા અનેક ભારતીયો ગ્રીન કાર્ડ ધરાવે છે. જો તેઓ TRF અથવા અન્ય કોઈ ધકેદાર સંગઠન સાથે જોડાયેલા હોવાનું જણાશે, તો INAની કલમ 237 હેઠળ તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.
ટ્રમ્પ સરકારનો આ નિર્ણય ભારતીય સમુદાય સહિત વિશ્વભરના કાયમી રહેવાસીઓ માટે ચિંતાજનક છે. હવે અમેરિકામાં રહેતા દરેક ગ્રીન કાર્ડ ધારકે પોતાનું વર્તન અને જોડાણોની સંપૂર્ણ રીતે જાણવી જરૂરી બની છે.