ગુજરાતમાં ક્ષય રોગ નાબૂદ ન કરી શકાયો
દિલીપ પટેલ
અમદાવાદ, સપ્ટેમ્બર 2025
ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરી શકાયું નથી. 2024માં ગુજરાતમાં ટીબીના 87 હજાર 397 દર્દી નોંધાયા છે. બે વર્ષમાં બે લાખથી વધુ દર્દી ટીબીની ઝપેટમાં આવી ગયા છે. ગુજરાતમાં ટીબીના સૌથી વધુ દર્દી અમદાવાદમાં 12 હજાર 827 સાથે સૌથી વધારે દર્દી છે. ટીબી મુક્ત ભારત અભિયાનમાં ગુજરાત 2025 સુધીમાં ક્ષય રોગ નાબૂદ કરી શક્યું નથી. રૂ. 50 કરોડથી વધારીને રૂ. 250 કરોડનું ખર્ચ થયો પણ ટીબી નાબૂદ થતો નથી.ગુજરાતમાં પ્રદૂષણ, ખરાબ પાણી અને તંબાકુથી ટીબી વધી રહ્યો છે.
મોદીની ગેરંટી ખોટી
મોદીએ દેશની ગેરંટી આપી હતી કે, 2025 સુધીમાં ક્ષય રોગને નાબૂદ કરવામાં આવશે.
મોદીની ગેરંટી ખોટી સાબિત થઈ છે. ટીબી ઓછો થવાના બદલે વધી ગયો છે. તે પણ કોરોનાની વેક્સીન જવાબદાર હોઈ શકે છે. 24 માર્ચ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ગેરંટી આપી હતી કે, “ભારત હવે વર્ષ 2025 સુધીમાં ટીબીને ખતમ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. “હું ઈચ્છું છું કે વધુને વધુ દેશોને ભારતની તમામ ઝુંબેશ, નવીનતાઓ અને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે.
રોજના ટીબીના સરેરાશ 358 નવા દર્દી આવી રહ્યા છે.
સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
ગુજરાતમાં વર્ષ 2024માં ટીબીના 1 લાખ 37 હજાર દર્દીઓ નોંધાયા હતા. 2025ના 9 મહિનામાં 87 હજાર 397 દર્દી સારવાર લઈ રહ્યાં છે.
અમદાવાદ ગ્રામ્યમાં 2466 જ્યારે અમદાવાદ શહેરમાં 10 હજાર 361 દર્દી હતા.
TRUNAT મશીન
ટીબી મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. તે શરીરના અન્ય વિવિધ ભાગોને પણ અસર કરી શકે છે, જેને પછી એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતામાં 141 TRUNAT મશીન દર્દીઓ માટે કામ કરી રહ્યાં છે, 180 મશીનની ખરીદી 2025માં કરવાની હતી. 74 CBNAT મશીન અને 141 TRUNAT મશીન છે. નિદાન માટે 2,251 નિ:શુલ્ક સૂક્ષ્મ પ્રયોગશાળા છે. નિદાન માટે 3 ટીબી કલ્ચર પ્રયોગશાળા છે.
દાવો
24 માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ છે. નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95 ટકા હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું હોવાનો દાવો કરાય છે. વર્ષ 2024માં ટીબીના એક લાખ 18 હજાર 984 દર્દીઓને 43 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે. રાજ્યમાં 10 હજારથી વધુ નિક્ષય મિત્રોના સહયોગથી 3 લાખ 49 હજાર પોષણ કિટનું વિતરણ કરાયું છે. આ સાથે 100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ 35 લાખ 75 હજાર લોકોનું ટીબી પરીક્ષણ કરી સારવાર શરૂ કરાઇ છે.
3 વર્ષમાં ટી.બી.ના 4.09 લાખ કેસ નોંધાયા હતા.
નવા દર્દી
2022 માં 1,42,133,
2023 માં 1,33,799,
2024 માં 1,33,805
સાજા થયા
2022 માં 1,30,438,
2023 માં 1,22,588
2024 માં 1,24,971
ગુજરાતમાં મોત
2025ના 9 મહિનામાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 1011 છે. જે વર્ષ 2024-25 માં આ સમયગાળા દરમિયાન 2201 હતી.
ભારત
કેન્દ્રની મોદી સરકારે દાવો કર્યો હતો કે, દેશમાં 2015માં થયેલા ટીબીના કેસોની સંખ્યા 15 લાખથી ઘટાડીને 2023 માં 83 ટકાના ઘટાડા સાથે ફક્ત 2.5 લાખ કરવામાં આવી છે. 2015માં દર 1 લાખ વ્યક્તિએ 237 કેસ હતો, જે વર્ષ 2023માં 195 હતો.
TBએ વિશ્વનો સૌથી ચેપી જીવલેણ રોગ છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, 2023માં વિશ્વભરમાં 12 લાખ 50 હજાર લોકોએ આ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા. ભારતમાં એક લાખ વ્યક્તિએ 27 લોકોના જીવ ટીબીના કારણે જઈ રહ્યા છે. દેશભરમાં ટીબીના સૌથી વધુ કેસ દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે.
ખર્ચ
ગુજરાતમાં
ટીબીના દર્દીઓને રૂ. 46.50 કરોડની સહાય ચૂકવી હતી. ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર આપવા ભારત સરકાર દ્વારા દર મહિને રૂ. 1000ની સહાયતા દર્દીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2024માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ રૂ. 49.50 કરોડની સહાય ડીબીટી દ્વારા જમા કરાવાઇ છે.
ગુજરાતમાં ટીબી નાબૂદી માટે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના લક્ષ્ય સાથે, રાજ્યમાં 7.68 લાખ દર્દીઓને 246 કરોડની સહાય આપી હતી.
2022થી 2024 સુધીમાં 3,79,382 ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું હતું.
દેશમાં
2022- ’23 દરમિયાન ટીબીની નાબૂદી માટે રૂ. 910 કરોડ 83 લાખની અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી હતી, જે વર્ષ 2023- ’24 દરમિયાન વધીને રૂ. એક હજાર 179 કરોડ 68 લાખ પર પહોંચી હતી.
વર્ષ 2022-’23 દરમિયાન રૂ. એક હજાર 666 કરોડ 33 લાખનું બજેટ મંજૂર થયું હતું, જે વર્ષ 2023- ’24 દરમાયન વધીને રૂ. એક હજાર 888 કરોડ 82 લાખ પર પહોંચી ગયું હતું.
લેબોરેટરી ટેકનીશીયન અને સુપરવાઈઝરની 30 ટકાથી 80 ટકા જેટલી અછત છે.