UGC એ ફરજિયાત માહિતી ન આપવા બદલ આકરું પગલું ભર્યું
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પારદર્શિતાના અભાવને પગલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ દેશભરની કુલ ૫૪ ખાનગી યુનિવર્સિટીઓને ‘ડિફોલ્ટર’ જાહેર કરી છે.આ કડક પગલું એટલા માટે લેવામાં આવ્યું કારણ કે યુનિવર્સિટીઓ વારંવાર ફરજિયાત જાહેરાતના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ.. સંસ્થાઓએ અભ્યાસક્રમો, ફેકલ્ટી, સંશોધન, માળખાગત સુવિધાઓ, ફી માળખા, શાસન અને નાણાકીય બાબતો અંગેની આવશ્યક માહિતી પૂરી પાડવામાં અવગણના કરી અથવા વિલંબ કર્યો.ખાસ કરીને, તેઓ યુજીસી એક્ટ, ૧૯૫૬ ની કલમ ૧૩ હેઠળ ફરજિયાત માહિતી સબમિટ કરવામાં (Mandatory Information) નિષ્ફળ ગયા.અને તેમની સત્તાવાર વેબસાઇટ્સ પર જરૂરી વિગતો જાહેર ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાતની આઠ યુનિવર્સિટીઓ નો સમાવેશ થાય છે. ડિફોલ્ટર યુનિવર્સિટીઓની સંખ્યાના મામલે મધ્યપ્રદેશ ૧૦ યુનિવર્સિટીઓ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ગુજરાત (૮) અને સિક્કિમ (૫) નો ક્રમ આવે છે.
પારદર્શિતાનો અભાવ: કેમ ડિફોલ્ટર જાહેર કરાઈ?
UGCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે કાર્યાત્મક વેબસાઇટ્સ જાળવી રાખવા અને જરૂરી માહિતી ઓનલાઈન મૂકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
- ફરજિયાત માહિતીનો ભંગ: આ ૫૪ યુનિવર્સિટીઓએ UGC દ્વારા માંગવામાં આવેલી નિરીક્ષણ માટેની વિગતવાર માહિતી, તેમજ રજિસ્ટ્રાર દ્વારા પ્રમાણિત સહાયક દસ્તાવેજો સબમિટ કર્યા નહોતા.
- જાહેર ન કરવું: UGC સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓને પૂર્ણ થયેલા ફોર્મ અને પરિશિષ્ટો તેમની વેબસાઇટના હોમ પેજ પર એક લિંક આપીને અપલોડ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી માહિતી હિસ્સેદારો માટે સુલભ હોય.
- વારંવાર રિમાઇન્ડર: ઇમેઇલ અને ઓનલાઈન મીટિંગ્સ દ્વારા અનેકવાર યાદ કરાવ્યા છતાં આ યુનિવર્સિટીઓએ સુધારાત્મક પગલાં લીધા નહોતા, જેના કારણે UGC એ તેમને ડિફોલ્ટર જાહેર કરવાની ફરજ પડી.
UGC એ આ ભૂલ કરતી યુનિવર્સિટીઓને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે ચેતવણી આપી છે.
ગુજરાતની 8 યુનિવર્સિટીઓ ડિફોલ્ટર યાદીમાં
ગુજરાત, જે શિક્ષણના હબ તરીકે ઓળખાય છે, તેની આઠ ખાનગી યુનિવર્સિટીઓ આ યાદીમાં સામેલ થતાં શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાતની ડિફોલ્ટર યુનિવર્સિટીઓ:
- ગાંધીનગર યુનિવર્સિટી
- જેજી યુનિવર્સિટી
- કેએન યુનિવર્સિટી
- એમકે યુનિવર્સિટી
- પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી
- સુરેન્દ્રનગર યુનિવર્સિટી
- ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી
- ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી
રાજ્યવાર ડિફોલ્ટરોનું લીસ્ટ: મધ્યપ્રદેશ મોખરે
UGC દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દેશના ૧૮ રાજ્યોમાંથી ૫૪ ખાનગી યુનિવર્સિટીઓ સામેલ છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૧૦ યુનિવર્સિટીઓ ડિફોલ્ટર છે, જે નીચે મુજબ છે:
મધ્યપ્રદેશ (૧૦ યુનિવર્સિટી):
- અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, મધ્યપ્રદેશ
- આર્યાવર્ત યુનિવર્સિટી, સિહોર
- ડો પ્રીતિ ગ્લોબલ યુનિવર્સિટી, શિવપુરી
- જ્ઞાનવીર યુનિવર્સિટી, સાગર
- જેએનસીટી પ્રોફેશનલ યુનિવર્સિટી, ભોપાલ
- એલએનસીટી વિદ્યાપીઠ યુનિવર્સિટી, ઈન્દોર
- મહાકૌશલ યુનિવર્સિટી, જબલપુર
- મહર્ષિ મહેશ યોગી વૈદિક યુનિવર્સિટી, જબલપુર
- માનસરોવર ગ્લોબલ યુનિવર્સિટી, સિહોર
- શુભમ યુનિવર્સિટી, ભોપાલ
સિક્કિમ (૫ યુનિવર્સિટી):
મેધાવી સ્કિલ્સ યુનિવર્સિટી, સિક્કિમ અલ્પાઇન યુનિવર્સિટી, સિક્કિમ ગ્લોબલ ટેકનિકલ યુનિવર્સિટી, સિક્કિમ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સિક્કિમ સ્કિલ્સ યુનિવર્સિટી.
ઉત્તરાખંડ (૪ યુનિવર્સિટી):
માયા દેવી યુનિવર્સિટી, માઇન્ડ પાવર યુનિવર્સિટી, શ્રીમતી મંજીરા દેવી યુનિવર્સિટી, સૂરજમલ યુનિવર્સિટી.
આ ઉપરાંત આસામ, ગોવા, હરિયાણા, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ એક-એક યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. UGC દ્વારા લેવાયેલું આ પગલું વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પસંદગી કરતી વખતે સાવચેત રહેવા માટેનો સંદેશ છે
યુજીસીએ ચેતવણી આપી છે કે તાત્કાલિક પાલન કરવામાં અને પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળતાના પરિણામે વધુ દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે, જેમાં નિરીક્ષણ, દંડ અથવા નવા પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.. યુજીસીના સચિવ પ્રોફેસર મનીષ જોશીએ પારદર્શિતાના મહત્વ પર ભાર મૂક્યો, જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિશે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સંપૂર્ણ અને અધિકૃત માહિતીની ઍક્સેસની જરૂર હોય છે.