Surat Umar General | ઉદ્યોગપતિ ઉંમર જનરલનાં બિઝનેસ અમ્પ્યારમાં કોટાની ફેક્ટરી પર લાગેલા તાળાં જનરલ ગ્રુપનાં કોફીનમાં પહેલાં ખીલા સમાન?

3 Min Read

Surat Umar General રાજસ્તાનનાં કોટામાં સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ ઉંમર જનરલનું માલિકીપણું ધરાવતા અરાફાત ગ્રુપની જેકે પોલિએસ્ટરની ફેક્ટરીને લાગેલા તાળાના કારણે સુરતના ઉદ્યોગ જગત સહિત મેમણ સમાજમાં ખાસ્સો એવો ખળબળાટ મચી જવા પામ્યો છે. જેમની સામે કોટામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવા બિઝનેસમેન ઉંમર જનરલ સહિત તેમના પુત્રો સુરતમાં હાજર નથી જ્યારે આ ગ્રુપ સાથે સત્તાવાર રીતે સંકલાયેલા યુસુફ લાઈમવાલા હાલ સુરતમાં જ હોવાનું જાણવા મળે છે.

UMAR GENERAL General Group1.jpeg
વિગતો મુજબ જનરલ ગ્રુપ ઓફ કંપનીઝની એક આખી શ્રેણી ઉંમર જનરલ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. હરિયાણામાં ફેક્ટરી શરુ કરવામાં આવી હતી ત્યાં ઉંમર જનરલનાં મોટા પુત્ર એવા અમીન જનરલને એક્સાઈઝના કેસનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આમ તો સુરતના કીમ, તડકેશ્વર ઉભરાટ, મરોલી, ઓલપાડ સહિત મહારાષ્ટ્રનાં નવાપુર સુધી જનરલ ગ્રુપ ઓફ કંપનીનો વ્યાપ વિસ્તરેલું છે. સુરતમાં પણ તેમની પાસે અનેક નામી અને અનામી સંપત્તિ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ઉંમર જનરલે દુબઈ સરકારમાંતી ગોલ્ડન કાર્ડ પ્રાપ્ત કર્યું છે. આ ગોલ્ડન કાર્ડ દુબઈમાં પ્રોપર્ટી ખરીદ કરનારા વ્યક્તિને જ આપવામાં આવે છે. એવું મનાય છે કે ઉમર જનરલ કે જનરલ ગ્રુપ ઓફ કંપનીઝે દુબઈમાં મોટાપાયા પર પ્રોપર્ટીની ખરીદારી કરી છે.

આ છે જનરલ ગ્રુપની કંપનીઓની આખી સિરીઝ

જનરલ ડેનિમ પ્રા. લિ.
જનરલ ટેક્સફેબ પ્રા. લિ.
જનરલ પોલીટેક્સ પ્રા. લિ
જનરલ પેટ્રોકેમિકલ્સ પ્રા. લિ.
જનરલ પોલીફીલમ્સ પ્રા. લિ.
જનરલ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રા. લિ.
જનરલ ફિલામેન્ટસ પ્રા. લિ.
ઇન્સાન ઇન્વેસ્ટમેન્ટ ફાઈનાન્સ લિમિટેડ.
કામાક્ષી હોલ્ડિંગ પ્રા.લિ.
વાસન ફોલ્ડીંગ્સ એન્ડ લીઝિંગ પ્રા. લિ.
કૃણાલ પ્રિન્ટ લિમિટેડ.
લક્ઝરી ફેબ્રિક પર. લિ
રંગાવાલી ટેક્સ્ટ ટાઇલ્સ પાર્ક LLP
જીપીએલ મેટપેક પ્રા. લિ.

માહિતી મુજબ ભૂતકાળમાં જનરલ ગ્રુપ ઓફ કંપનીઝ પર અનેક પ્રકારે વિવિધ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. ઉમર જનરલ સુરતની યતીમ ખાના સોસાયટીના પ્રમુખ હતા ત્યારે તેઓ ખાસ્સા એવા વિવાદાસ્પદ બન્યા હતા અને યતીમ ખાનાની જમીન વેચવાને લઈ પોલીસ ફરિયાદ સુધીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
રાજસ્થાનનાં કોટામાં ઉંમર જનરલના વડપણ હેઠળના અરાફાત ગ્રુપની JK ફેક્ટરી વિરદ્વ કોટા ડેવલપમેન્ટ ઓથોરિટી (KDA)એ મોટી કાર્યવાહી તાળા લગાવી બે હજાર કરોડની જમીન પરત લઈ લીધી છે. આ કંપનીના ડિરેક્ટર સુરત બિઝનેસમેન મહોમ્મદ ઉમર જનરલ, મહોમ્મદ યુસુફ મોહમ્મદ સફી લીલામવાલા અને મહોમ્મદ જુનૈદ જનરલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફેક્ટરીના હિસ્સેદારો અને અધિકારીઓ છે.
આ અંગે કોટાના ઇન્દિરા ગાંધી નગરના રહીશ અને ફરિયાદી ઇન્દ્રમલ જૈન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. ઇન્દ્રમલ જૈન કહે છે કે લીઝ રદ થયા પછી, કેડીએએ જમીનનો કબજો લીધો હતો, પરંતુ પછી એવું બહાર આવ્યું કે અરાફાત પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે સ્થળ પર જમીન અને મકાન છે, પરંતુ તેના ડિરેક્ટરો, અધિકારીઓ અને હિસ્સેદારોએ ગુપ્ત રીતે લગભગ 387 કરોડ રૂપિયાના પ્લાન્ટ અને મશીનરી વેચી દીધી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Share This Article