Umar General ઉંમર જનરલ સહિત ગ્રુપની મુશ્કેલીઓમાં થશે વધારો કોટામાં આવેલી અને વર્ષોથી બંધ પડેલી અને સુરતના બિઝનેસમેન ઉંમર જનરલના અરાફાત ગ્રુપની માલિકી ધરાવતી જેકે સિન્થેટિક લિમિટેડ ફેક્ટરીની 227 એકર જમીન ગેરકાયદેસર રીતે વેચવાના કેસમાં કોટા એસીબીએ ભૂતકાળમાં ફરિયાદ નોંધાવી હતી. RIICO ( રાજસ્થાન સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન)નાં અધિકારીઓ પણ ભીસમાં મૂકાઈ જવા પામ્યા છે. અરાફત પેટ્રોકેમિકલ્સ મેનેજમેન્ટ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કે અધિકારીઓ સાથે સાઠગાંઠ રચીને પ્રોપર્ટી ડીલરો અને કોલોનાઇઝર્સ દ્વારા અબજો રૂપિયાની જમીન પ્લોટ પાડીને વેચી દેવામાં આવી હોવા અંગે ભૂતકાળમાં એસીબીએ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી.
વિગતો મુજબ અરાફાત ગ્રુપ સાથે મેળાપીપણાને લઈ જે તે વખતે કોટા એસીબીના એડિશનલ એસપી ઠાકુર ચંદ્રશીલ કુમારને જેકે સિન્થેટિક લિમિટેડ ફેક્ટરીની જમીન ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ લગાવતી ફરિયાદ મળી હતી અને તે સમયે આ ફરિયાદ જયપુર હેડક્વાર્ટર મોકલવામાં આવી હતી. આ કેસમાં, હેડક્વાર્ટરે ગંભીરતા દાખવી અને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.
હવે એસીબી તપાસ કરી રહી છે કે જમીનનું ટાઇટલ શું હતું અને જમીનનો ઉપયોગ કેવી રીતે બદલાયો. તેમજ આમાં જે પણ અધિકારીની ભૂમિકા સામે આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.