મહીસાગર: મોબાઇલ ફોન એક એનો જીવનનો હિસ્સો બની ગયો બની ગયો છે. મોબાઈલ વગર જીવન જાણે ખતમ થઈ ગયું હોય તેવું લાગવા લાગે છે તેમા પણ કોરોનાકાળમાં બાળકો મોબાઇલમાં જ અભ્યાસ કરે છે. ત્યારે અનેક બાળકોને મોબાઇલમાં ગેમ રમવાની પણ ટેવ પડી જતી હોય છે. ત્યારે મહિસાગરનો આ કિસ્સો માતા પિતા માટે લાલબત્તી સમાન છે. મહીસાગરના બાલાસિનોર ગામમાં કિશોર ચાર્જિંગ સમયે મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન જ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે કિશોરની આંગળીઓના ટેરવા ગંભીર રીતે ચિરાઇ ગયા હતા. જેમાથી લોહી નીકળી રહ્યુ હતુ. હાલ કિશોરની બાયડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મોબાઇલ ફોન જીવન જરૂરિયાત જેવો બની ગયો છે. તેમા પણ કોરોનાકાળમાં બાળકો મોબાઇલમાં જ અભ્યાસ કરે છે. ત્યારે અનેક બાળકોને મોબાઇલમાં ગેમ રમવાની પણ ટેવ પડી જતી હોય છે. ત્યારે મહિસાગરનો આ કિસ્સો માતા પિતા માટે લાલબત્તી સમાન છે. મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બાલાસિનોરના ભમરીયા ગામમાં મોબાઈલમાં ચાલુ ચાર્જિંગ સમયે ગેમ રમતા બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા ધોરણ 11માં ભણતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી. કિશોરના હાથની આંગળીઓના ટેરવા પર ગંભીર ઇજા થઇ છે. તેના હાથના ચીંથરા ઉડી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે, ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કિશોરને હાલ સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી.થોડા સમય પહેલા મહેસાણામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. બહુચરાજીમાં મોબાઈલને કારણે કિશોરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. છેટાસણા ગામે કિશોરી જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં રાખીને ફોન પર વાત કરી રહી હતી ત્યારે મોબાઈલમાં બ્લાસ્ટ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ધડાકા ભેર અવાજ સંભાળાતા આસપાસના લોકો કિશોરીના રૂમમાં દોડી આવ્યા હતા જોકે 17 વર્ષીય શ્રધ્ધા દેસાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.