આંધ્રપ્રદેશના એલુરુમાં ફેલાયેલા રહસ્યમય રોગથી લોકો પીડાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ આ કેસમાં ચાલી રહેલી તપાસની પ્રગતિની સમીક્ષા કરી હતી. શુક્રવારે અમરાવતીમાં તબીબી નિષ્ણાતો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પીવાના પાણીની વધુને વધુ ચકાસણી થવી જોઈએ. તેમણે નિષ્ણાતોની ટીમને વારંવાર પરિણામોની ચકાસણી કરવા જણાવ્યું હતું, જેથી કોઈ ભૂલ ન થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તપાસ માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકદવાની ચકાસણી એક મહિના માટે થવી જોઈએ. પાણીનું પ્રદૂષણ આ રોગનું કારણ છે કે કેમ તેની પુષ્ટિ થવી જોઈએ.
મુખ્યમંત્રીએ નિષ્ણાતોને ચોખાના નમૂનાનું પુનઃ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. રેડ્ડીએ નિષ્ણાતોને ચોખાના નમૂનાનું પુનઃ પરીક્ષણ કરવા જણાવ્યું હતું.