નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વીજળીની દિગ્ગજ કંપની NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન)એ મહિલા દિવસના એક દિવસ પહેલા મહિલા અધિકારીઓ માટે એક વિશેષ ભરતી અભિયાનની જાહેરાત કરી. કંપનીના એક નિવેદનમાં કહ્યું કે મહિલા દિવસના પ્રસંગે એનટીપીસી લિમિટેડ ભારતની સૌથી મોટી એકીકૃત વીજળી કંપની અને પોતાના સંચાલનના ક્ષેત્રમાં વિશેષ ભરતી અભિયાનના રુપમાં ફક્ત મહિલા અધિકારીઓની ભરતીનાં આયોજનની જાહેરાત કરી છે.
કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે આ ભારતની સૌથી મોટી વીજળી ઉત્પાદન કંપની છે અને હવે આ કંપની મહિલા શક્તિને વધારે મજબૂત કરશે. આ પ્રકારના ભરતી અભિયાનથી એનટીપીસી માટે જેન્ડર ડાયવરસિટીમાં વૃદ્ધિ થશે. એનટીપીસી જ્યાં પણ સંભવ છે પોતાના જેન્ડર ગ્રુપમાં સધાર માટે કામ કરી રહી છે.
NTPCના પોતાના નિવેદનમાં કહ્યું કે વધારે મહિલાઓના આવેદનોને આકર્ષિત કરવા માટે કંપની તરફથી પહેલ કરવામાં આવી છે. ભરતીના સમયે અરજીન ફી સંપૂર્ણપણે મહિલા અરજકર્તાઓ માટે માફ કરવામાં આવ્યા છે. મહિલાઓના વર્કફોર્સને સમર્થન કરવા માટે એનટીપીસી બાળકોની દેખરેખ માટે વેતનની સાથે રજા, માતૃત્વ રજા, આરામ રજા અને એનટીપીસી સ્પેશલ ચાઈલ્ડ કેર લીવ ઓન એડોપ્શન ઓફ અ ચાઈલ્ડ – ડિલીવરિંગ ચાઈલ્ડ ફોર સરોગેસીના માધ્યમથી નીતિઓનું પાલન કરે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે આસિસ્ટેન્ટ ઈન્જિનિયર અને આસિસ્ટેન્ટ કેમિસ્ટના પદો પર અરજીઓ માંગી છે. અરજી કરવા માટે ફક્ત 3 દિવસ બચ્યા છે. ઈચ્છુક તથા યોગ્ય ઉમેદવારો જે અત્યાર સુધી આ પદો માટે આવેદન નથી કર્યા તે NTPCની સત્તાવાર વેબસાઈટ ntpc.co.in અથવા ntpccareers.net પર જઈને પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરનારા અંતિમ તિથિ 10 માર્ચ 2021 સુધી છે.