રોલા ગેરો પર શરૂ થનારી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ પહેલા પ્રેકિટસની દૃષ્ટિઍ મહત્વની ઍવી ઇટલી ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પુરૂષ વિભાગની ફાઇનલમાં આજે અહીં સ્પેનના સ્ટાર ખેલાડી અને દ્વિતિય ક્રમાંકિત રાફેલ નડાલે વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચેને 6-0, 4-6, 6-1થી હરાવીને પોતાનું ટાઇટલ જાળવી રાખીને ચેમ્પિયન બન્યો હતો.
મેચ દરમિયાન નડાલે પહેલા સેટથી જ પ્રભુત્વ જમાવી દીધું હતું અને તેણે પહેલો સેટ કોઇપણ જાતના સંઘર્ષ વગર 6-0થી જીતી લીધો હતો. બીજા સેટમાં સર્બિયાના જોકોવિચે વળતો પ્રતિકાર કરીને ઍ સેટ 6-4થી જીતી લઇને મેચને ત્રીજા સેટમાં ખેંચી હતી. જો કે ત્રીજા સેટમાં પણ જાણે કે પહેલા સેટનું પુનરાવર્તન થયું હોય તેમ નડાલને કોઇ જાતની મુશ્કેલી નડી નહોતી અને ઍ સેટ તેણે 6-1થી જીતી લઇને ટાઇટલ જીતી લીધું હતું.
આ મેચમાં જોકોવિચે 7 ઍશ ફટકારી હતી, જેની સામે નડાલ ઍકપણ ઍશ ફટકારી શક્યો નહોતો. નડાલે 6 બ્રેક પોઇન્ટ જીત્યા જેની સામે જાકોવિચે ઍકપણ બ્રેક પોઇન્ટ જીતી શક્યો નહોતો. નડાલે ઍકપણ ડબલ ફોલ્ટ નહોતો કર્યો જેની સામે જોકોવિચે ઍક ડબલ ફોલ્ટ કર્યો હતો. ફર્સ્ટ સર્વિસ અને સેકન્ડ સર્વિસ મામલે પણ નડાલ જાકોવિચ કરતાં સવાયો પુરવાર થયો હતો.
મહિલા સિંગલ્સમાં યોહાના કોન્ટાને હરાવી કેરોલિના પ્લીસકોવા બની ચેમ્પિયન
ચેક પ્રજાસત્તાકની ચોથી ક્રમાંકિત કેરોલિના પ્લીસકોવાઍ બ્રિટનની યોહાના કોન્ટાને 6-3, 6-4થી હરાવીને રવિવારે ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફ્રેન્ચ અોપન 2017માં ફાઇનલમાં પહોંચનારી પ્લિસકોવાની કેરિયરનું આ 13મું ટાઇટલ છે. અહીં રોલા ગેરાં પર 26મી મેથી શરૂ થઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ પહેલા પ્રેક્ટિસની દૃષ્ટિઍ આ મુખ્ય ટુર્નામેન્ટ છે. પ્લીસકોવાઍ 85 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં ત્રીજા મેચ પોઇન્ટ પર મેચ જીતી હતી.