છોટાઉદેપુર સ્થિત એસ.એફ. હાઇસ્કૂલના કોમ્યુનીટી હૉલ ખાતે
તા. ૧૩/૮/૨૦૧૯ ના રોજ રેન્જ વડા શ્રી અભય ચુડાસમા દ્વારા નગરજનો માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ૫.૫૬ SIG રાઇફલ, એ.કે. 56, એ.કે. 47, MP-5, ગ્લોક પિસ્તોલ, એમ.એમ.જી., એલ.એમ.જી., ઇન્સાસ, એસ.એલ.આર. રાઇફલ,
રોકેટ લોન્ચર, સોપ કેસ બોંબ, રેડિયો બોંબ, બુક બોંબ, જેકેટ બોંબ, બુકે બોંબ, જુદા જુદા પ્રકારના વિસ્ફોટકો, સુરક્ષા અને સલામતીના અદ્યતન સાધનો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને નગરજનો તથા મુલાકાતીઓ દ્વારા આ પ્રદર્શનનો મહત્તમ લાભ લે અને શસ્ત્રોથી અવગત થાય તેવી લાગણી શ્રી અભય ચુડાસમાએ વ્યક્ત કરી હતી. આn પ્રસંગે જીલ્લા કલેક્ટર શ્રી સુજલ મયાત્રા તથા છોટાઉદેપુર પોલીસ વડા શ્રી એમ.એસ. ભાભોર ઉપસ્થિત રહ્યાં હતાં.