આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણની કિંમતોમાં તેજીની અસર સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. દેશમાં રવિવારે પેટ્રોલની કિંમતોમાં સરેરાશ 8 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત રવિવારે 81.38 રૂપિયાથી વધીને 81.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. એ જ રીતે ડીઝલની કિંમત 70.88 રૂપિયાથી વધીને 71.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ શુક્રવારથી સતત ઇંધણની કિંમતોમાં વધારો કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલ40 પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં 61 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બર પછી 20 નવેમ્બરે પેટ્રોલની કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબર પછી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ-ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ે તેલની કિંમત અને વિદેશી વિનિમય દરને આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં ફેરફાર કર્યો છે. જોકે, સ્થાનિક કર અથવા વેટના દર અલગ થવાની સાથે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અલગ અલગ હોય છે.