નવી દિલ્હી: માર્કેટ રેગ્યુલેટર ‘સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા’ તરફથી એરટેલને ટેલિનોર ઇન્ડિયા સાથેનાં મર્જરને મંજૂરી મળી ગઇ છે. આ એપ્રુવલ મળતાં જ માર્કેટમાં એરટેલનો શેર ઉંચકાયો હતો. BSEમાં ટોપ ગેઇનર સાથે એરટેલની શેર પ્રાઇઝ 381 રૂ. રહેવા પામી હતી.
આ ઉપરાંત, માર્કેટમાં 81,000 શેરની લેવાલી થઇ હતી. મર્જર બાદ ભારતી એરટેલ પાસે ટેલિનોર ઇન્ડિયાનાં સ્પેક્ટ્રમ, લાયસન્સીસ, ઓપરેશન્સ અને એમ્પ્લોઇઝ બેઝ ટ્રાન્સફર થશે. આમ, આ મર્જર બાદ એરટેલ પાસે ભારતમાં માર્કેટ સ્ટેક વધી જશે.