સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત પર વચગાળાનો સ્ટે હટાવવાનો ઇનકાર કરી દીધો છે. મરાઠા અનામત મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ મામલાની 25 જાન્યુઆરીથી વિગતવાર સુનાવણી કરવામાં આવશે. વડી અદાલતે જણાવ્યું હતું કે, બંધારણમાં 102 સુધારા વિચારણા હેઠળ હોવાથી કોર્ટે એટર્ની જનરલને નોટિસ ફટકારી છે. સાથે સાથે કોર્ટે વકીલોને લેખિત દલીલો કરવા જણાવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ પહેલાં નોકરી માટે પસંદ કરાયેલા 2185 લોકોની નિમણૂક કરવાની મંજૂરી માગી હતી. કોર્ટે હાલ તેનો આદેશ આપવાનો પણ ઇનકાર કરી દીધો છે.
જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અધિનિયમના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી, જે મરાઠા સમુદાયને 16 ટકા અનામત સાથે જોડવામાં આવી હતી.