શું તમે તો ટીન્ડર એપનો ઉપયોગ નથી કરતા ને. કરો છો તો ચેતી જજો. કારણ કે ટીન્ડર એપ થકી લોકોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી એક વેપારીને હનીટ્રેપમાં ફસાવામાં આવ્યો. એપ થકી યુવતીએ વેપારી સાથે મિત્રતા કેળવી અને ગોતા પરના ફ્લેટમાં એકાંતમાં મળવા બોલાવ્યો. વેપારી યુવતી સાથે વાતોમાં મશગુલ હતો ત્યાં જ નકલી પોલીસ આવી ચડે છે અને બે પોલીસ કર્મી યુવતીને લઈને જતા રહે છે ત્યારબાદ નકલી પોલીસ દ્વારા વેપારીને લાકડીથી ઢોર માર મારવામાં આવે છે અને ૫૦ લાખ રૂપિયાની માંગણી કરે છે. જો કે છેલ્લે ૨૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થાય છે અને વેપારી આંગણીયાપેઢી મારફતે ૨૦ લાખ મંગાવી નકલી પોલીસને પહોંચાડે છે.
Monday, May 13