મુંબઇ: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આગામી નાણાંકીય વર્ષ-2018માં 6500 કરોડનું ભંડોળ એકઠું કરશે. આ ભંડોળ માટે તે વિવિધ પ્રકારનાં પ્રવાહોનો ઉપયોગ કરશે, જેમાંથી એક છે FPO(Follow on Public Offer).
ગત અઠવાડિયે મળેલી શેર-હોલ્ડર્સની મિટિંગમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે આ ઠરાવ પસાર કર્યો હતો. બેંકનાં ઉચ્ચ અધિકારીઓનાં જણાવ્યા મુજબ રાઇટ ઇશ્યુ, પ્રેફરેન્સીયલ ઇશ્યુ, FPO જેવા માધ્યમોથી આ ભંડોળ ભેગું કરવામાં આવશે. હાલમાં બેંકનાં શેરની કિંમત(BSE) 102.35 રૂ. છે.
બેંકિંગ સેવાને મજબૂત કરવા માટે અને કસ્ટમર્સને ડિજિટલ સર્વિસ પૂરી પાડવાનાં હેતુથી સેન્ટ્રલ બેંકનાં અધિકારીઓએ આ નિર્ણય લેવાયો છે.