નવી દિલ્હીઃ દરેક વ્યક્તિની એક ઇચ્છા હોય છે કે, તેની પોતાની માલિકીનીનું એટલે કે ‘ઘરનું ઘર’ હોય. ભલે નાનું હોય પરંતુ પોતાનું ઘર હોય તો મોટું ટેન્શન દૂર થઇ જાય છે. એ વાત સાચી છે કે મકાન કોઇ પણ વ્યક્તિની જીવનભરની મોટી મૂડી હોય છે.
અલબત્ મકાન ખરીદવા માટે કરવામાં આવતુ રોકાણ બહુ મોટુ હોય છે અને હોમ લોન લીધા વગર મધ્યમ વર્ગના લોકો માટે આજના સમયમાં ઘર ખરીદવું મુશ્કેલ બની ગયુ છે. હવે થોડાંક જ દિવસોમાં નવરાત્રી સાથે તહેવારોની સિઝન શરૂ થશે. તહેવારોની સીઝનમાં મોટાભાગના બિલ્ડરો ઘણી આકર્ષક ઓફર રજૂ કરતા હોય છે. બીજી બાજુ રેપોરેટ ઘણા નીચે હોવાથી હોમલોનના વ્યાજદર પણ ઓછા છે. નિષ્ણાંતોનું માનવુ છે કે હાલનો સમય મકાન ખરીદવા માટે એકદમ યોગ્ય છે.
સૌથી સસ્તી હોમ લોન આપનાર 5 બેંકો
Union Bank of India: સરકારી માલિકીની આ બેન્ક 6.70 ટકાના દરે હોમ લોન આપી રહી છે. આ બેન્ક લોનની રકમ પર 0.50 ટકાના દરે પ્રોસેસિંગ ફી વસૂલે છે. અલબત આ પ્રોસેસિંગ ફી 15,000 રૂપિયાથી વધારે હોતી નથી.
Bank of India: આ બેન્ક 6.85 ટકાના વ્યાજે હોમ લોન આપી રહી છે. બેન્ક ઓફ ઇન્ડિયા લોનની કુલ રકમ પર 0.25 ટકાના દરે પ્રોસેસિંગ ફરી વસૂલે છે. આ રકમ મિનિમમ 1,500 રૂપિયા અને મહત્તમ 20,000 રૂપિયાની વચ્ચે હોય છે.
Central Bank of India: આ બેન્ક પાસેથી તમે 6.85 ટકાના વ્યાજે હોમ લોન લઇ શકો છો. આ બેન્ક લોનની કુલ રકમ પર 0.50 ટકાના આધારે પ્રોસેસિંગ ચાર્જની વસૂલાત કરે છે. અલબત બેન્કે પ્રોસેસિંગ ચાર્જની મહત્તમ મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરી રાખી છે.
Canara Bank: જાહેર ક્ષેત્રની આ બેન્ક પર 6.90 ટકાના વ્યાજદર હોમ લોનની ઓફર કરી રહી છે. બેન્ક લોનની કુલ રકમ પર 0.50 ટકાના દરે પ્રોસેસિંગ ફી વસૂલે છે. બેન્કે પ્રોસેસિંગનો મિનિમમ ચાર્જ 1,500 રૂપિયા અને મહત્તમ ચાર્જ 10,000 રૂપિયા નક્કી કરી રાખ્યો છે.
HDFC Bank: ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી આ બેન્ક પણ 6.90 ટકાના વ્યાજદરે હોન લોનની ઓફર કરી રહી છે. જો પ્રોસેસિંગ ફીની વાત કરીયે તો બેન્ક લોનની કૂલ રકમના 0.5 ટકા દરે પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. અલબત તેણ આ ચાર્જ 3,000 રૂપિયાથી વધારે હોઇ શકે નહીં.