મુંબઈ-ગોવા રોડ ઉપર ૧૫૦ કિલોમીટર દૂર ૨૨ એકરની ભૂમિમાં એક આધ્યાત્મિક તીર્થનું નિર્માણ આચાર્ય સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થઈ રહ્યું છે. જેમાં ૧૦૮ ફૂટ ઊંચા જિનાલયમાં પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન થશે. ત્યાં સિદ્ધાચલ તીર્થની સ્થાપના પણ થશે. સિદ્ધાચલ તીર્થાધિપતિ દાદા આદિનાથના હૂબહૂ ૧૦ હજાર કિલોના પંચધાતુના સ્વર્ણમયરૂપ પરમાત્મા માત્ર ૯ મિનિટમાં તૈયાર થયા છે.
આ પ્રતિમા તા.૧૧મી નવેમ્બરના રોજ અમદાવાદ તીર્થ પધારશે. શહેરમાં ૬.૩૦ વાગ્યે વાસણા, ૮.૦૦થી ૧૦.૦૦ પાલડી, સવારે ૧૦.૩૦થી ૧૨.૦૦ ખાનપુર, ત્યારબાદ બપોરે ૧.૦૦થી ૨.૦૦ ગિરધનરગર, બપોરે ૩.૦૦થી ૪.૦૦ શાંતિનગર, સાંજે ૪.૦૦થી ૫.૦૦ ઉસ્માનપુરા, સાંજે ૬.૦૦થી સાબરમતી ખાતે દર્શન થશે.
આ પ્રતિમા અમદાવાદ બાદ પાલિતાણા, અયોધ્યાપુરમ્ બાદ પુન: મુંબઈ પરત જશે. ૮૧ ઈંચના આ પરમાત્માની અંજનશલાકા મુંબઈ ખાતે તા.૨૧મી જાન્યુઆરીના રોજ આચાર્ય અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થશે. જ્યારે તા.૧૫મી જાન્યુઆરીથી અંજન પ્રતિષ્ઠા ઉત્સવનો પ્રારંભ થશે.