રાજ્યમાં દિવસને દિવસે લૂંટ ,હત્યા, ફાયરિંગ ,ઘરફોડ ચોરી સહિના ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે ગુનેગારોને જાણે કે હવે પોલીસનું પણ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે ગુનાહિત પ્રવૃતિઓ આચારી રહ્યા છે. ગુજરાતનો મુખ્ય શહેર અમદાવાદમાં છેલ્લા થોડાક દિવસથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે 15 દિવસ આાગઉ અમદાવાદના પોશ વિસ્તાર એવા સીજી રોડ ખાતેથી આંગડિયા પેઢીના કર્મચારી લાખો રૂપિયા ભરેલી પૌસાની બેગ લઇ ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ થતાં એક્સેસ લઇને ઉભા હતા તે દરમિયાન બે શખ્સોએ રેકી કરી બાઇક આવ્યા અને કર્મચારીના એકસેસ પરથી બેગ ઝૂંટવી નાસી છુટ્યા હતા
જેમાં કર્મચારીના જણાવ્યા અનુસાર બેગ 42 લાખ રૂપિયાના કેસ હતી આ અંગે ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેની ફરિયાદ કરી હતી જે સમ્રગ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સોપાઇ હતી જેમાં ક્રાઇમબ્રાન્ચે સમ્રગ વિસ્તારના સીસીટીવી મેળવી બાતમીદારોને મદદ લીધી હતી જયાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે લૂટ ચલાવનારા વિશાલ અને મનોજ સિંધી નામના આરોપીની ધરપકડ કરી હતી જયાં તેમની પાસેથી 31 લાખ રૂપિયા રોકડા ગુના ઉપયોગી લેવાયેલી મોપેડ સહિતના 31.37 લાખનો મુદ્દામાલ કબ્જો કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે જોકે લૂંટની ઘટના અંજામ આપનાર માસ્ટરમાઇન્ડ હજુ પણ પોલીસ પકડથી દુર છે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેસના વોન્ટેડ આરોપી પાસે લૂંટની અન્ય રકમ હોઈ શકે છે જેથી પોલીસને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી છે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે વિશાલ અને મોનજ સિંધી આગાઉ પણ ચોરી,લૂંટ સહિતની ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે પાસ સહિતની સજાઓ પણ ભોગવી ચુક્યા છે