મુંબઈ : અક્ષય કુમાર અને કિયારા અડવાણી સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી’ ઘણા વિવાદ બાદ 9 નવેમ્બરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી સિવાય આ ફિલ્મમાં આયેશા રઝા મિશ્રા, શરદ કેલકર, તરુણ અરોરા, અશ્વિની કલસેકર, મનુ ઋષિ ચઢ્ઢા, રાજેશ શર્મા અને અન્ય છે. આ ફિલ્મને કદાચ સારું રેટિંગ ન મળ્યું હોય, પરંતુ તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
ઓનલાઇન પ્લેટફોર્મ અનુસાર, ફિલ્મે દર્શકોની દ્રષ્ટિએ રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે તેની રજૂઆતના એક કલાકમાં જ દર્શકોના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની રજૂઆત પછી ડિઝની પ્લસ હોટસ્ટારે પણ આવી જ પોસ્ટ કરી હતી.