નવી દિલ્હીઃ શુંતમે સોનાના દાગીના ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સોનાના દાગીના અંગે પહેલી જૂનથી નિયમો બદલાઈ રહ્યા છે. દેશમાં 1લી જૂનથી BISના હોલમાર્કિંગના જ જ્વેલરી વેચવામાં આવશે. જેનો અર્થ છે કે સોનાના જ્વેલરીની ખરીદીમાં છેતરપિંડી હવે ના બરાબર રહેશે. હોલમાર્કિંગના નવા નિયમોથી એક પ્રશ્ન ઉભો થયો છે કે, જો દેશમાં માત્ર હોલમાર્કિંગવાળા જ્વેલરી વેચાશે, તો તે પહેલા જે જ્વેલરી ખરીદવામાં આવ્યા છે અને એ જેના પર હોલમાર્કિંગ નથી તેનું શું? પ્રશ્ન થવું સ્વાભાવિક છે.
કોરોનાકાળમાં સરકાર કેવી રીતે તેની તૈયારીઓ કરશે, તેને લઇ અસમંજસની સ્થિતિ છે, પરંતુ જો આ નિયમ એક જૂનથી લાગૂ થઈ જાય છે, તો સોનાના જ્વેલરીની ખરીદ-વેચાણ પર શું-શું બદલાશે? તમે નવા જ્વેલરી ખરીદવાના છો, તો તમને શું ફાયદા થશે? અથવા ઘરે પડેલા જૂના જ્વેલરીનું શું થશે? આજે આપણે સોનાના હોલમાર્કિંગથી સંબંધિત દરેક નાની-નાની વાતોને સમજવાનો પ્રયત્ન કરીશું.
એક જૂનથી હોલમાર્કિનાના નિયમ લાગૂ થવાના છે. ત્યારબાદ સોનાની જ્વેલરી પર BIS હોલમાર્કિંગ ફરજિયાત થશે. માત્ર 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગથી છેતરપિંદીની ફરિયાદો ખતમ થશે. હોલમાર્કિંગમાં BISની મોહર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી કયારે બની, વર્ષ, જ્વેલરનું નામ હશે. ઉલ્લેખનીય છે કે BIS હોલમાર્કિંગ સિસ્ટમને ઇન્ટરનેશનલ માપદંડો સાથે સંબંધિત છે. હોલમાર્કિંગથી ગોલ્ડ માર્કેટમાં પારદર્શિતા વધી જશે.
ઘરમાં રાખેલી જૂની જ્વેલરી પર પણ હોલમાર્કિંગ કરાવી શકાય છે. કોઇ પણ હોલમાર્ક સેન્ટર પર જઇ હોલમાર્કિંગ કરાવી શકાય છે. જોકે જૂની જ્વેલરીની હોલમાર્કિંગ ચાર્જ વધારે હશે. વગર હોલમાર્કિંગવાળી જ્વેલરી વેચવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. હોલમાર્કિંગવાળી જ્વેલરીની કિંમત ઓછી મળી શકે છે.
1 લાખથી લઇ જ્વેલરીની કિંમતના 5 ગણા સુધીનો દંડ સંભવ છે. છેતરપિંડી પર દંડ સાથે 1 વર્ષની જેલ પણ થઇ શકે છે. તપાસ માટે સરકારે BIS-Care નામની App પણ લોન્ચ કરી છે. App પર શુદ્ધતાની તપાસ સાથે ફરિયાદની પણ સુવિધા આપવામાં આવી છે. હોલમાર્કિંગથી સંબંધિત ખોટી જાણકારી પર ફરિયાદ કરી શકાય છે.
પિયૂષ ગોયલને પત્ર લખી CAITએ તેની ડેડલાઇન વધારવાની માંગ કરી છે. CAITનું કહેવુ છે કે 1લી જૂનથી નિયમ લાગૂ થવાથી જ્વેલર્સને નુકશાન થશે. CAITનું કહેવુ છે કે દેશમાં અત્યારે પણ જરૂરી માત્રામાં હોલમાર્કિંગ સેન્ટર નથી. એવામાં 1લી જૂનથી નિયમ લાગૂ થવા પર નાના વેપારીઓનો વેપાર બંધ થઇ શકે છે. કોરોના વચ્ચે જરૂરી સેન્ટર ના હોવાથી મુશ્કેલી વધશે. CAITએ તેના પત્રમાં જણાવ્યું છે કે સરકારનો પગલો સકારાત્મક છે, પરંતુ ઉતાવળમાં નુકશાન થઇ શકે છે. દેશના 11 રાજ્યોમાં એક પણ હોલમાર્કિંગ સેન્ટર નથી. BISને હોલમાર્કિંગ સેન્ટર તરત ખોલવાના તરત આદેશ આપવામાં આવે.