સોમવારે જાહેર થયેલા ટેનિસ રેન્કિંગમાં મહિલા વિભાગમાં જાપાનની નાઓમી અોસાકાને પાછળ હડસેલીને અોસ્ટ્રેલિયાની ઍશ્લે બાર્ટી નંબર વન બનવા સાથે ઇતિહાસ સર્જ્યો હતો. બાર્ટી 1976 પછી નંબર વન બનનારી પહેલી ઓસ્ટ્રેલિયન ખેલાડી બની છે. આ સિવાય પુરૂષોમાં 1થી 3 ક્રમ પર નોવાક જોકોવિચ, રાફેલ નડાલ અને રોજર ફેડરર જળવાઇ રહ્યા છે.
બાર્ટી પહેલા 1976માં 7 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ગુલાગોંગ કાઉલી પહેલા ક્રમે પહોંચી હતી અને તે પછી હવે બાર્ટી આ ક્રમે પહોંચી છે. નાઓમી અોસાકા પહેલા ક્રમેથી બીજા ક્રમે ઉતરી ગઇ છે. પુરૂષોમાં જોકોવિચ અને નડાલ વચ્ચે જો કે પોઇન્ટનું અંતર વધી ગયું છે. જોકોવિચના ૧12415 પોઇન્ટ છે જ્યારે નડાલના 7945 પોઇન્ટ છે.
ડબલ્યુટીઍ રેન્કિંગ ટોપ ટેન
ક્રમ ખેલાડી દેશ પોઇન્ટ
1 ઍશ્લી બાર્ટી ઓસ્ટ્રેલિયા 6540
2 નાઅોમી અોસાકા જાપાન 6377
3 કેરોલિના પ્લીસકોવા ચેક પ્રજાસત્તાક 5685
4 કીકી બર્ટેન્સ નેધરલેન્ડ 5425
5 ઍન્જેલિક કર્બર જર્મની 4685
6 પેટ્રા ક્વિટોવા ચેક પ્રજાસત્તાક 4555
7 સિમોના હાલેપ રોમાનિયા 3963
8 ઍલિના સ્વીતોલિના યુક્રેન 3868
9 સ્લોઍન સ્ટીફન્સ અમેરિકા 3682
10 ઍરિના સેબાલેન્કા બેલારસ 3565
ઍટીપી રેન્કિંગ ટોપ ટેન
ક્રમ ખેલાડી દેશ પોઇન્ટ
1 નોવાક જાેકોવિચ સર્બિયા 12415
2 રાફેલ નડાલ સ્પેન 7945
3 રોજર ફેડરર સ્વીટ્ઝરલેન્ડ 6620
4 ડોમિનિક થિમ અોસ્ટ્રેલિયા 4595
5 ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ જર્મની 4405
6 સ્ટેફાનો સિતસિપાસ ગ્રીસ 4215
7 કેઇ નિશિકોરી જાપાન 4040
8 કેવિન ઍન્ડરસન દક્ષિણ આફ્રિકા 3610
9 કારેન ખાચાનોવ રશિયા 2980
10 ફેબિયો ફોગનીની ઇટલી 2785