એશિયા હૉકી કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં, ભારતે શાનદાર પ્રદર્શન કરતા મલેશિયાને 2-1થી હરાવ્યું હતું અને ભારતે ત્રીજીવાર એશીયા હોકી કપ પોતાના નામે કર્યો હતો. ભારતે પહેલા હાફમાં 2 ગોલ નોંધાવ્યા હતા અને ત્યાર બાદ અંતિમ હાફમાં મલેશિયાએ એક ગોલ કર્યો હતો.
બીજા હાફમાં ભારતએ શાનદાર પ્રદર્શન કર્યું
ભારતે ત્રીજા ક્વાર્ટરમાં 2-0ની સરસાઈ જાળવી રાખી હતી. આ ક્વાર્ટરમાં ભારતનો શાનદાર આક્રમક કર્યું હતું. જોકે ભારત આ ક્વાર્ટરમાં ગોલ કરી શક્યું ન હતું. પરંતુ મલેશિયા પણ ભારતને આગળ વધતા રોકી શક્યું ન હતું. ચોથા ક્વાર્ટરમાં મલેશિયા શાનદાર રમત બતાવતા સબાહ એક ગોલ કર્યો હતો. પરંતુ ભારતે ત્યાર બાદ ડિફેન્સીવ રમત રમતા મલેશિયને બીજો કોઇ ગોલ કરવા દીધો ન હતો અને અંતે ભારતે 2-1 થી મેચ અને ખિતાબ જીત્યો હતો.
ભારતે પ્રથમ હાફમાં બે ગોલ નોંધાવ્યા હતા
ભારતના પ્રથમ ક્વાર્ટરમાં શાનદાર રમત દાખવતા ભારતના રણદીપસિંહે પ્રથમ ગોલ કર્યો હતો. પ્રથમ ક્વાર્ટર પછી, લલિતે 29 મી મિનિટે ભારત માટે બીજા ગોલ કર્યા હતા. આ પહેલા રાઉન્ડના અંત સુધીમાં ભારતને 2-0થી મોખરાનું સ્થાન મળ્યું હતું.