એશિયા કપમાં ભારતની મહિલા હોકી ટીમ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટની સેમી ફાઇનલ સુધીની સફર કરી છે. ત્યારે આજે સાંજે ભારતીય મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં જાપાન સામે સામનો થશે. આ મેચ આજે સાંજે 6.30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ટીમો આજ ટુર્નામેન્ટમાં વર્ષ 2004માં ફાઇનલમાં સામ સામે આવી હતી. જેમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે ક્વાટર ફાઇનલમાં કજાખસ્તાનને 7-1 થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તો બીજી તરફ જાપાને બીજી ક્વાટર ફાઇલ મેચમાં મલેશિયાને 2-0 થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જાપાનની મહિલા હોકી ટીમની વાત કરીએ તો વર્ષ 2007માં હોંગકોંગ અને 2013માં કુઆલાલંપુરમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ખિતાબ જીત્યો હતો. તો ભારતીય મહિલા ટીમે ત્રણવાર આ એશિયા કપની ફાઇનલમાં પહોચી છે. તો વર્ષ 1999માં ભારતમાં આયોજીત થયેલી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ભારતે સાઉથ કોરીયા સામે 3-2 થી ખિતાબી મુકાબલામાં હારનો સામનો કર્યો હતો. તો વર્ષ 2004માં ભારત ખિતાબ જીતવામાં સફળ રહી હતી.