28 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી 9મી મહિલા હોકી એશિયા કપ રમવા માટે ભારતની મહિલા હોકી ટીમ જાપાન જવા રવાના થઇ ગઇ છે. એશિયા કપમા ભાગ લઇ રહેલી 18 સભ્યોવાળી ભારતીય ટીમમાં સુકાનીની જવાબદારી રાની રામપાલ પર નાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પુલ A માં છે અને પુલ A માં ભારતનો સામનો ગ્રુપ મેચમાં ચીન, મલેશિયા અને સિંગાપુર સામે થશે. ભારતીય મહિલા ટીમની પહેલી મેચ 28 ઓક્ટોરના રોજ સિંગાપુર સામે રમાશે.
શું કહ્યું ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્રએ:
“એશિયા કપ માટે ટીમે રાષ્ટ્રિય અભ્યાસ શિબિર લગભગ ચાર સપ્તાહ સુધી તૈયારીઓ કરી હતી. 18 સભ્યોવાળી ભારતીય ટીમે પોતાના યુરપના પ્રવાસ દરન્યાન મજબુત ટીમોને મજબુત પડકાર આપ્યો હતો.” તો કોચ હરેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે “આવતા વર્ષે થનારા વિશ્વ કપમાં ભારતીય ટીમનું સ્થાન નક્કી કરવા માટે આ ટુર્નામેન્ટ અમારા માટે ઘણી જ મહત્વની છે.”
શું કહ્યું ભારતીય મહિલા હોકી ટીમની સુકાની રાનીએ:
ટીમની સુકાની રાનીએ કહ્યું કે “અમે રક્ષાત્મક રણનીતિઓ પર કામ કરી રહ્યા છીએ અને આમા અમારે સુધાર કરવાની જરૂર છે. આ સમયે હોકીમાં ગતી ઘણી મહત્વપુર્ણ ભુમીકા ભજવી રહી છે. અમને વિશ્વાસ છે કે મજબુત ટીમો સામે અમે મજબુત ટક્કર આપી શકીશું. અમે કોઇ પણ ટીમને હળવાશથી નહી લઇએ.