ફ્રેંચ ઓપન બેટમિન્ટન ટુર્નામન્ટમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર પ્રણીતે થાઇલેંડના ખેલાડી ખોસિત ફેટપ્રદાબને હરાવીને શાનદાર જીત મેળવી છે. પ્રણીતે આ મુકાબલામાં 21-13, 21-23 અને 21-19 થી જીત પોતાના નામે કરી હતી.
ત્રીજા સેટ રોમાંચક રહ્યો
ત્રીજા સેટમાં 1-1 ની બરોબરી બાદ બન્ને ખેલાડીઓએ ફરી એકવાર સારી શરૂઆત કરી હતી. શરૂઆતમાં બન્ને ખેલાડીઓએ 7-7 ની બરોબરી પર હતા. પરંતુ સેટના બ્રેક સુધી પ્રણીતે 11-8 થી આગળ નીકળી ગયો હતો. બ્રેક બાદ થાઇલેંડના ખેલાડીએ પ્રણીત પર ભારે પડ્યો હતો અને સ્કોર ફરી 11-11ની બરોબરી પર આવી ગયો હતો. પણ પ્રણીતે હાર માની ન હતી અને વળતો પ્રહાર કરતા 21-19 થી સેટ અને મેચ પોતાના નામે કર્યો હતો.
બીજા સેટમાં સારી શરૂઆત બાદ પ્રણીત હાર્યો
બીજા સેટની શરૂઆતથી જ પ્રણીતે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને બીજા સેટમાં બ્રેક સુધી સ્કોર 11-5 સુધી પહોચાડી દીધો હતો. પરંતુ બ્રેક બાદ થાઇલેંડના ફેટપ્રદાબે સતત શાનદાર પ્રદર્શન કરી સ્કોર 18-18 સુધી પહોચાડી દીધો હતો. આમ બીજા સેટના અંત સુધી સ્કોર 23-21 સુધી પહોચાડીને સેટ જીતી લીધો હતો.