વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં નંબર વન મહિલા ખેલાડી ઍશ્લે બાર્ટી સોમવારે અમેરિકાની ઍલિસન રિસ્કે સામે અપસેટનો શિકાર થઇને સ્પર્ધામાથી આઉટ થઇ ગઇ હતી. આ તરફ મહિલા સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ, સિમોના હાલેપ અને ઍલિના સ્વિતોલીનાઍ પોતપોતાની મેચ જીતી લઇને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જ્યારે પુરૂષ સિંગલ્સમાં રફેલ નડાલ, ડેવિડ ગોફીન અને રોબર્ટ બટિસ્ટા પણ કવાર્ટરમાં પહોંચી ગયા હતા.
વિશ્વની ૫૫મી ક્રમાંકિત ઍલિસન રિસ્કેઍ નંબર વન બાર્ટીને 3-6, 6-2, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, હવે તે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની દિગ્ગજ ખેલાડી 11મી ક્રમાંકિત સેરેના વિલિયમ્સ સામે રમશે. સેરેનાઍ કાર્લા સુઆરેઝને અહીં સીધા સેટમાં 6-2, 6-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 8મી ક્રમાંકિત ઍલિના સ્વિતોલિનાઍ ક્રોઍશિયાની પેટ્રા માર્ટિકને સાવ સરળતાથી 6-4, 6-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ તરફ 7મી ક્રમાંકિત સિમોના હાલેપે અમેરિકાની ટીનઍજ સ્ટાર કોરી ગોફને સાવ સરળતાથી 6-3, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પુરૂષ સિંગલ્સમાં રફેલ નડાલે જાઆઓ સોસાને સીધા સેટમાં ૬-૨, ૬-૨, ૬-૨થી હરાવીને તો રોબર્ટ બાટિસ્ટા અગુટે બેનોઇટ પેરેને ૬-૩, ૭-૫, ૬-૨થી અને ડેવિડ ગોફિને વર્ડાસ્કોને ૭-૬, ૨-૬, ૬-૩, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.