સ્ટાર પ્લસ ચેનલના ફેમસ શો નામકરણમાં એક્ટિંગ કરી ચૂકેલ એક્ટ્રેસ નલિની નેગીએ તેની જૂની રૂમમેટ પ્રીતિ રાણા વિરૂદ્ધ મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નલિનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ બની રહી છે. તેના ચહેરા પર ઘાનાં નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. એક્ટ્રેસની આંખો અને ચહેરા પર ઘાનાં નિશાન અને લાલ ડાઘ દેખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નલિનીએ પ્રીતિ રાણા અને તેની માં સ્નેહલતા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
કેટલાંક વર્ષો પહેલાં સુધી નલિની અને પ્રીતિ સાથે રહેતાં હતાં, ત્યારબાદ નલિની ઓશિવારીમાં ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ હતી. સ્પોટબૉયના રિપોર્ટ અનુસાર, પ્રતીએ નલિનીને થોડાં અઠવાડિયાં તેના ઘરમાં રહેવા માટે પૂછ્યું હતું કે, જ્યાં સુધી તેને કોઇ ઘર મળી ન જાય ત્યાં સુધી તેની સાથે રહી શકે? નલિનીએ તેને પોતાની સાથે રાખી. થોડાં અઠવાડિયાં પસાર થઈ ગયા બાદ એક્ટ્રેસ પ્રીતિ અને તેની માને ઘર ખાલી કરવા કહ્યું અને કહ્યું કે, તેનાં માતા-પિતા તેને મળવા આવી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર નલિનીએ કહ્યું, ‘મેં પ્રિતીની રિક્વેસ્ટ માની, કારણકે તેણે થોડાં અઠવાડિયાં માટેનું જ કહ્યું હતું અને મારો 2 બીએચકે ફ્લેટ હતો એટલે બને કોઇ વાંધો નહોંતો. થોડા દિવસ બાદ તેની માતા પણ આવી ગઈ અને ઘરમાં જ રહેવા લાગી. ત્યારે મને લાગ્યું કે, કદાચ પ્રીતિને ઘર શોધવામાં અદદ કરવા માટે આવી હશે. ગયા અઠવાડિયે જ્યારે હું મારા મિત્ર સાથે જિમ માટે જઈ રહી હતી ત્યારે તેમણે મારી સાથે ઝગડવાનું શરૂ કરી દીધું. મેં તેમને પૂછ્યું કે, શું થયું, પરંતુ તે શાંત ન થઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા લાગી.’
નલિનીએ કહ્યું, ‘તેમણે પ્રીતિને ફોન કર્યો અને ફરિયાદ કરવા લાગી કે મેં તેમનું અપમાન કર્યું. પ્રીતિ આવી અને તેણે પણ મારા પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું, જ્યારે હું પ્રીતિને જણાવી રહી હતી કે, ખરેખર શું થયું છે, આ દરમિયાન તેની માએ ગ્લાસથી મારા પર હુમલો કરી દીધો. આ દરમિયાન મારું સંતુલન ખોરવાયું અને બંનેએ સાથે મળી મારી સાથે મારપીટ કરી.’
આ ઘટના બાદ નલિનીએ ખુલાસો કર્યો કે, પ્રીતિ અને તેની માતાએ તેના પર હુમલો કર્યો કારણકે તે એક એક્ટ્રેસ છે અને એટલે તેઓ તેનો ચહેરો બગાડવા ઇચ્છતાં હતાં. અત્યારે નલિની ઠીક છે અને તેના માતા-પિતા સાથે છે. તો ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પ્રીતિ અને તેની મા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.