ભારતીય બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ કેનેડાનાકેલગેરી ખાતે યોજાયેલી કેનેડા ઓપન સુપર 100 ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારી ગયો હતો. કશ્યપ રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં ચીનના લી શી ફેંગ સામે હાર્યો હતો. છઠ્ઠા ક્રમાંકિત કશ્યપનો આ મેચમાં 20-22, 21-14, 21-17થી હાર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 16 મિનીટ સુધી ચાલી હતી.
Silver it is @yonexcanadaopen . It was a good fight in the final . Lost to LiShifeng (China ) 22-20/14-21/17-21. Can’t say it was the best I played this week but overall it was a good week here . Thank you to @PRANNOYHSPRI for … https://t.co/uU98eEdSqt @IndianOilcl pic.twitter.com/J9PFWKY9QQ
— Parupalli Kashyap (@parupallik) July 8, 2019
મેચ પછી કશ્યપે ટ્વિટ કર્યુ હતું કે કેનેડા ઓપનમાં સિલ્વર જીત્યો. ફાઇનલમાં સારી મેચ રહી. મારા માટે આ અઠવાડિયું સારું રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલો 32 વર્ષના કશ્યપે હવે યૂઍસ ઓપન સુપર 300માં ભાગ લેશે.