ચેન્નાઇ: આઇએસએલ-4માં ચેન્નાઇયન એફસીએ રોમાંચક મુકાબલામાં એટલેન્ટીકો ડી કોલકાતાને 3-2થી હરાવ્યુ હતું.બન્ને ચેમ્પિયન ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ચેન્નાઇયન એફસી તરફથી જેજે લાલપેકુલ્હાએ 2 ગોલ જ્યારે ઇનીગો કાલડેરોએ 1 ગોલ કર્યો હતો જ્યારેએટલેન્ટીકો ડી કોલકાતા તરફથી ઝેકુન્હા અને નીજાઝી કુકીએ ગોલ ફટકાર્યા હતા.
ચેન્નાઇયન એફસીનો વિજય
આઇએસએલની ચોથી સિઝનમાં પ્રથમ વખત બે ચેમ્પિયન વચ્ચે ટક્કર થઇ હતી. પ્રથમ અને ત્રીજી સિઝનનો ખિતાબ જીતનારી એટલેન્ટીકો ડી કોલકાતાનો સામનો બીજી સિઝનની વિજેતા અને યજમાન ચેન્નાઇયન એફસી સામે થયો હતો.જેમાં ચેન્નાઇયન એફસી એટલેન્ટીકો ડી કોલકાતા પર ભારે પડી હતી અને 3-2થી કોલકાતાને હરાવ્યુ હતું. મેચની 65મી મિનિટમાં ચેન્નાઇયન એફસી તરફથી જેજે લાલપેકુલ્હાએએ ગોલ કર્યો હતો. જ્યારે થોડો સંઘર્ષ કર્યા બાદ મેચની 77મી મિનિટમાં એટલેન્ટીકો ડી કોલકાતા તરફથી ઝેકુન્હાએ ગોલ કરી ઘરેલુ ટીમને ચોકાવી દીધી હતી.ત્યારબાદ મેચની 84મી મિનિટમાં ચેન્નાઇયન એફસીના ઇનીગો કાલડેરોને ગોલ ફટકારી વાપસી કરાવી હતી.ઇનીગોએ જેરી પાસેથી મળેલા બોલને ગોલ પોસ્ટ સુધી સારી રીતે પહોચાડ્યો હતો. મેચની 89મી મિનિટમાં એટલેન્ટીકો ડી કોલકાતાના નીજાઝી કુકીએ ગોલ ફટકાર્યો હતો.મેચની 90મી મિનિટમાં જેજે લાલપેકુલ્હાએ ગોલ કરી ફરી ચેન્નાઇયનને લીડ અપાવી હતી. એટલેન્ટીકો ડી કોલકાતાએ સારી શરૂઆત કરી હતી અને બોલને ગોલ પોસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ ઘરેલુ ટીમ ચેન્નાઇયન એફસીના પ્લેયર્સ ડિફેન્સ કરતા નજરે પડ્યા હતા. હાફ ટાઇમ સુધી બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી નહતી. બન્ને તરફથી કેટલાક સારા પ્રયાસ કરવામાં આવ્યા હતા.મેચની 41મી મિનિટમાં ચેન્નાઇયન એફસીના હેનરીક સેરેનોને યેલો કાર્ડ આપવામાં આવ્યુ હતુ્ં.ચેન્નાઇયન એફસીએ વારંવાર સબસ્ટીટ્યુટ કરી પ્લેયર્સને તક આપી હતી.ચેન્નાઇયન એફસીને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યાં હતા. આ દર્શકોની સંખ્યા 17192 જેટલી નોંધવામાં આવી હતી.ચેન્નાઇયન એફસીનો ઉત્સાહ વધારવા માટે કો-ઓનર અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યો હતો.