પોતાના દેશ માટે ટાઇટલ જીતવાના પ્રયાસમાં જાતરાયેલા લિયોનલ મેસીની ટીમ આર્જેન્ટીનાની કોપા અમેરિકા ફૂટબોલમાં શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને તેઓ કોલંબિયા સામે 2-0થી હારી ગયા હતા. નવા કોચ કાલોસ કિરોઝની કોલંબિયા સાથે આ પહેલી ટૂર્નામેન્ટ છે.
રિયલ મેડ્રિડના માજી કોચ અને માન્ચેસ્ટર યુનાઇટેડમાં ઍલેક્સ ફર્ગ્યુસનના સહાયક રહી ચુકેલા કિરોઝે ફેબ્રુઆરીમાં આ પદ સંભાળ્યું હતું. આર્જેન્ટીના સામેની મેચમાં કોલંબિયા વતી રોજર માર્ટિનેઝે 72 અને ડુવાન ઝપાટાઍ 75મી મિનીટમાં ગોલ કર્યો હતો. આર્જેન્ટીના વતી કોઇ ખેલાડી ગોલ કરી શક્યો નહોતો. હવે કોલંબિયાનો સામનો ઍશિયન ચેમ્પિયન કતર સાથે થશે, જેમાં જીતતા તેના માટે નોકઆઉટનો માર્ગ ખુલી જશે. ઍશિયન ચેમ્પિયન કતરે પરાગ્વે સામેની મેચમાં 2 ગોલથી પાછળ પડ્યા પછી અંતે ઍ મેચ 2-2થી ડ્રો કરી હતી.