કોમનવેલ્થ 2018ના સાતમા દિવસે શ્રેયસી સિંહે શુટીંગમાં ડબલ ડ્રેપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
અાપને જણાવી દઈએ કે ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 12 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 23 થઈ ગઈ છે. મેડલમાં ભારત હજુ પણ ત્રીજા સ્થાને છે.
અા વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. એક પછી અેક મળી રહેલા મેડલો ભારતમાટે ગર્વ અપાવનાર છે.