નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ગૃહિણીઓ ઉપર ત્રણ વખત મોંઘવારીનો માર પડ્યો છે. થોડા દિવસ પહેલા ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના બોટલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો હવે ઓઈલ કંપનીઓએ 25 રૂપિયાનો વધારો કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. 1412 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ .25નો વધારો થયો છે. જોકે 19 કિલોના વેપારી સિલિન્ડરના ભાવમાં ચાર રૂપિયાની થોડી રાહત મળી છે.
સામાન્ય રીતે મહિનાના આખર તારીખે જ રસોઈ ગેસના ભાવની સમીક્ષા થાય છે અને કિંમતોમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. પરંતુ, ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત રસોઈ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં એક જ મહિનામાં 75 રૂપિયા વધવાથી લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં તોતિંગ વધારો થયો છે, પરંતુ 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયાની મામૂલી રાહત મળી છે. 15 ફેબ્રુઆરીએ તેની કિંમત 1717.50 હતી, જે ઘટાડીને 1713 રૂપિયા થઈ છે. ત્રણ ફેબ્રુારીએ આ સિલેન્ડરની કિંમત 1727 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે તાજેતરમાં રાંધણ ગેસ સિલિન્ડર શહેરથી લઈને ગામ સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 769 રૂપિયા થઈ ગઈ છે. આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ બીજી વાર વધારો કરાયો છે. રાંધણ ગેસના ભાવ પહેલા 25 રૂપિયા અને બાદમાં 50 રૂપિયા વધારાયો છે.
મોંઘા સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો
તમે પેટીએમથી પોતાનો એલપીજી સિલિન્ડર બુક કરીને 700 રૂપિયા સુધીનો કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના હિસ્સામાં જ્યાં એલપીજી સિલિન્ડર સબ્સિડી બાદ 700થી 769 રૂપિયાની વચ્ચે છે, એવામાં પેટીએમ ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો.
આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ
Step-1: જો આપના ફોનના Paytm App નથી તો પહેલા તેને ડાઉનલોડ કરો.
Step-2: હવે ફોન પર પેટીએમ ખોલો.
Step-3: ત્યારબાદ ‘recharge and pay bills’ પર જાઓ.
Step-4: હવે ‘book a cylinder’ (બુક એ સિલિન્ડર) ઓપ્શન ખોલો.
Step-5: ભારત ગેસ, એચપી ગેસ કે ઇન્ડેન પૈકી પોતાના ગેસ પ્રોવાઇડરની પસંદગી કરો.
Step-6: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે પોતાનો LPG ID નોંધાવો.
Step-7: ત્યારબાદ આપને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે.
Step-8: હવે પેમેન્ટ કરતાં પહેલા ઓફર પર ‘FIRSTLPG’ પ્રોમો કોડ નાખો
28 ફેબ્રુઆરી 2021 સુધી વેલિડ છે ઓફર
700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલીવાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહકોને જ મળશે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashbackનો લાભ 28 ફેબ્રુઆરી 2021 સુધી જ લઈ શકે છે. આ ઓફર માટે પેટીએમએ અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કર્યો છે.