બ્રાઝિલે કોપા અમેરિકાના ગ્રુપ સ્ટેજમાં પેરુને 5-0થી હરાવીને પોતાના ગ્રુપમાં ટોચના સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પેરુ સામેના વિજયને પગલે બ્રાઝિલ ગ્રુપ-ઍમાં ટોચના સ્થાને રહ્યું હતું, જ્યારે પેરુ આ પરાજયને કારણે ત્રીજા સ્થાને સરકી ગયું હતું. હવે પેરુઍ ગ્રુપ-બી અને ગ્રુપ-સીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
બ્રાઝિલ માટે કાસમિરો, રોબર્ટો ફિર્મિનો, ઍવર્ટન, દાની ઍલ્વેસ અને લિયિને ગોલ કર્યા હતા. સ્કોર જ્યારે 1-0 હતો ત્યારે 19મી મિનીટમાં પેરુના ગોલકીપર પેડ્રો ગોલેસેથી થયેલી ઍક ભુલનો ફાયદો ઉઠાવીને ફિર્મિનોઍ ગોલ કરી દીધો હતો અને તે પછી પેરુ મેચમાં પાછુ ફરી શક્યું જ નહોતું. પહેલા હાફમાં જ બ્રાઝિલે 3-0ની સરસાઇ મેળવી લીધી હતી.
બ્રાઝિલે પહેલી મિનીટથી જ મેચ પર પોતાની પકડ જમાવી દીધી હતી. પેરુને 26મી મિનીટમાં ગોલની ઘણી નજીકથી ફ્રી કીક મળી હતી પણ તેઓ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા અને અંતે મેચ 5-0થી હાર્યા હતા. આ ઉપરાંત ગ્રુપની બીજી મેચમાં વેનેઝુઍલાઍ બોલિવિયાને 3-1થી હરાવીને બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.