બ્રાઝિલની ફુટબોલ ટીમે અહીં રમાયેલી કોપા અમેરિકા ટુર્નામેન્ટની ફાઇનલમાં પેરુને 3-1થી હરાવીને 9મીવાર આ ટાઇટલ જીતી લીધું હતું. બ્રાઝિલે 12 વર્ષના લાંબા ગાળા પછી આ ટાઇટલ જીત્યું હતું. આ પહેલા તે છેલ્લે 2007માં કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું હતું.
પેરુની ટીમ ફાઇનલમાં હારીને રનર્સઅપ રહી હતી, જ્યારે આર્જેન્ટીના ત્રીજા તો ડિફેન્ડીંગ ચેમ્પિયન ચિલીની ટીમને ચોથુ સ્થાન મળ્યું હતું. અહીના રિયો સ્થિત મારાકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બ્રાઝિલ વતી જીસસ, ઍવર્ટન સોરારેસ અને રિચાર્લિસને ગોલ કર્યા હતા. જ્યારે પેરુ માટે પાઓલો ગોઍરેરોઍ ઍકમાત્ર ગોલ કર્યો હતો. બ્રાઝિલ માટે પહેલો ગોલ ઍવર્ટન સોરારેસે 15મી મિનીટમાં કરીને પોતાની ટીમને સરસાઇ અપાવી હતી. જો કે તે પછી પેરુના પાઓલો ગોઍરેરોઍ 44મી મિનીટમાં ગોલ કરીને સ્કોર બરોબરી પર મુક્યો હતો.
બ્રાઝિલના જીસસે પહેલા હાફના ઇન્જરી ટાઇમમમાં 48મી મિનીટમાં ગોલ કરીને પોતાની ટીમને 2-1ની સરસાઇ પર મુકી હતી. બીજા હાફમાં બંને ટીમ ગોલ માટે સંધર્ષ કરતી રહી હતી. અંતે 90મી મિનીટમાં રિચાર્લિસને ગોલ કરીને પોતાની ટીમને જીતાડી હતી. બ્રાઝિલ આ પહેલા 1919, 1922, 1949, 1989, 1997, 1999, 2004 અને 2007માં આ ટાઇટલ જીતી ચુક્યું છે અને હવે 12 વર્ષ પછી તેઓ ફરી ચેમ્પિયન બન્યા છે.