શુક્રવારે જ્યારે વિમ્બલ્ડનનો મુખ્ય ડ્રો જાહેર થયો ત્યારે તેમાં ૧૫ વર્ષની કોરી કોકો ગોફનું નામ ઘણાંનું ધ્યાન ખેંચી ગયું હતું. અમેરિકાની 15 વર્ષિય કોરી ગોફે ગુરૂવારે વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ક્વોલિફાઇ કરીને ઇતિહાસ રચ્યો હતો. કોરી પરાક્રમ કરનારી પ્રોફેશનલ યુગની સૌથી યુવા ખેલાડી બની છે.
કોરી ગોફે બેલ્જિયમની ગ્રીટ મિનેનને 6-1, 6-1થી હરાવીને આવતા અઠવાડિયાથી શરૂ થઇ રહેલી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું. વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં જ કોરીનો સામનો તેની આદર્શ અને સાતવારની વિમ્બલ્ડન ચેમ્પિયન વિનસ વિલિયમ્સ સાથે થશે. કોરીઍ ક્વોલિફાઇ થતાં પહેલા જ ઍવું કહ્યું હતું કે તેનો સામનો સેરેના કે વિનસ સાથે થશે તો તે મારા માટે સપનુ સાકાર થવા જેવી વાત હશે.
તેણે કહ્યું હતું કે સેરેના જ તો ઍ કારણ છે જેના કારણે હું ટેનિસ રમુ છું. તેના કારણે જ મારા પિતાઍ મને રેકેટ લઇ આપવાનો નિર્ણય કર્યો હતો.પોતાના પ્રેકિટસ સેશનની સાથે સ્કૂલ હોમવર્ક પણ કરી રહેલી કોરીઍ ગ્રાસકોર્ટની સૌથી અનુભવી ખેલાડીની જેમ મેચ રમીને સતત ત્રીજી મેચ સીધા સેટમાં જીતી હતી. પોતાની આ સિદ્ધિ પછી કોરીઍ કહ્યું હતું કે હું જાણતી હતી કે હું અંડર ડોગ છું અને હું તેનો આનંદ માણી રહી છું. 2018માં ફ્રેન્ચ અોપન જૂનિયર ટાઇટલ જીતનારી કોરીને વિમ્બલ્ડનના ક્વોલિફાઇંગ માટે વાઇલ્ડ કાર્ડ અપાયો હતો અને તેનો તેણે પુરો ફાયદો ઉઠાવ્યો છે. તે વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં 2009માં રમનારી બ્રિટનની લોરરા રોબનસ પછી પહેલી 15 વર્ષિય ખેલાડી છે.