બેસ્ટ ફુટબોલરની રેસમાં ફરી મેસ્સીને હરાવીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2017નો ફિફાના બેસ્ટ ફુટબોલરનો એવોર્ડ જીતી ગયો છે. રોનાલ્ડોને 5મી વખત આ એવોર્ડ જીત્યો છે. એવોર્ડ માટે રોનાલ્ડોની ટક્કર બાર્સિલોનાની તરફથી રમી રહેલા આર્જેન્ટિના લિયોનેલ મેસી અને પેરિસ સેન્ટ જર્મનના બ્રાઝિલી ખિલાડી નેમારની સાથે હતી.
ગત વર્ષે 2016માં પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેસ્સીને હરાવીને બેસ્ટ ફુટબોલરનો ખિતાબ જીત્યો હતો. 2016માં રોનાલ્ડોને લા લીગા અને ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની ટીમના વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેમ્પિયન લીગમાં આ વખતે રોનાલ્ડોએ 12 ગોલ કર્યા હતા. બીજી તરફ તેની જ ક્લબના મેનેજર જિનેદિન જિદાનને આ વર્ષે બેસ્ટ મેનેજરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જિદાન ફ્રાંસના પૂર્વ ફૂટબૉલર છે.
રોનાલ્ડો અને મેસ્સી 5 વખત બેસ્ટ ફુટબોલરનો એવોર્ડ જીતી ચુક્યા છે
આ રેસમાં પાછળ રહી ગયેલા લિયોનેલ મેસી પણ 5 વખત બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. મેસીએ હાલમાં જ વર્લ્ડ કપ ક્લૉવિફાયરમાં ઇક્વાડોરની વિરુદ્ઘ હેટ્રિક કરીને પોતાની ટીમને આગામી વર્ષે થનારા વર્લ્ડ કપમાં હાજરી સુનિશ્ચિત કરાવી દીધી છે. હવે મેસી અને રોનાલ્ડો પાસે 5-5 બેસ્ટ ફૂટબૉલરના એવોર્ડ થઇ ગયા છે.
બીજી તરફ 25 વર્ષના બ્રાઝિલિયન સ્ટાર નેમારએ બાર્સિલોનાની સાથે કોપા ડેલ રે જીત્યુ હતુ. આ પછી તે 222 મિલિયન યૂરોના સૌથી મોંઘાં કરાર પર પેરિસ સેન્ટ જર્મનની સાથે જોડાઇ ગયો હતો.