બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એસ.પી.સ્વામીને છ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ મળી છે. બોટાદ ડે. કલેકટરે 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ સંતોમાં ચકચાર મચી છે. આ નોટિસનો તેમને માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે. આ ઉપરાંત વાઈરલ વીડિયો બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ.પી. સ્વામી વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે. આ સમગ્ર મામલે એસપી સ્વામીએ સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
મંદિર મામલે હાઈકોર્ટે મા કેસ શરૂ છે જે બાબતે ડી.વાય.એસ.પી નકુમ દ્વારા કેસો પરત ખેંચવા દબાણ કરવામા આવી રહ્યુ છે તેવા આક્ષેપો સાથે આ સમગ્ર મામલાની તપાસ સી.બી.આઈને સોંપવામાં આવે તેવી માંગ એસ.પી.સ્વામીએ કરી છે. તો બીજી તરફ તડીપાર કરવાની નોટીસને લઈને સ્વામિનારાયણ સંતો અન સંત્સંગીઓમાં ચકચાર મચી જવા પામી છે.
સ્વામિનારાયણ સંપ્રદાય નુ મહત્વનું સથાન ધરાવતું બોટાદ જિલ્લાનુ ગઢડા ગામ છે. ભગવાન સ્વામીનારાયણ પોતે 29 વર્ષ ગઢડામાં રહી ગઢડાને પોતાની કર્મ ભૂમી બનાવી હતી. જેથી ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તિરથધામ ગણાય છે.
ગઢડામા આવેલ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલુ છે ત્ંયા છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કઈકને કઈક વિવાદમાં આવતુ રહ્યું છે.