મહાન ટેનિસ ખેલાડીઓમાં સામેલ જર્મનીના બોરિસ બેકરે કહ્યું છે કે લોકોઍ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા સર્બિયાના નોવાક યોકોવિચની મહાનતાને ઓળખવી પડશે. યોકોવિચે રવિવારે 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા રોજર ફેડરરને હરાવીને વિમ્બલ્ડન ટાઇટલ પાંચમીવાર જીતી લીધું હતું.
આ મેચ દરમિયાન મોટભાગના દર્શકો ફેડરરનું સમર્થન કરતાં હતા. જો કે તે છતાં યોકોવિચના પરફોર્મન્સ પર કોઇ ફરક પડ્યો નહોતો. બેકરે કહ્યું હતું કે તેનાથી યોકોવિચને પાંચમા સેટમાં લડવાની તાકાત મળી હતી. તેણે દર્શકો ભણી ઘુરીને જાયું , પણ તે આવું કરે જ છે, તેનાથી જ તેને સારું પ્રદર્શન કરવાની હિંમત મળે છે.
બેકરે ઉમેર્યુ હતું કે ફેડરર ઍક મહાન ખેલાડી છે, પણ સામે પક્ષે તમારે ચારવારના ઍક ચેમ્પિયનનું પણ સન્માન કરવું જાઇઍ. મને આશા છે કે આવતા વર્ષે જ્યારે ફરી આ બે ખેલાડી સામસામે આવશે ત્યારે યોકોવિચને ઍ સન્માન મળશે. હવે જ્યારે તેણે 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે ત્યારે તેની મહાનતાને લોકોઍ ઓળખવી જરૂરી છે ઍવું તેણે કહ્યું હતું.