રાજ્યમાં દારૂબંધી હોવા છતાય બૂટલેગરો બેફામ બની દારૂની રેલમછેલ કરી રહ્યા છે ગુજરાતમાં દિનપ્રતિદિન દારૂ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકો નશામાં છાકટા બની વાહનો હંકારતા હોય છે અને શહેરમાં નિરાકુંશ બની અકસ્માત સર્જાતા હોય છે વડોદારાના સયાજીગંજ ખાતે નશામાં ધૃત બનેલા નબીરાએ કાર સયાજીગંજ પોલીસ મથકની બહાર ઉભેલી પી સી આર વાન સાથે ધડાકાભેર અથડાઇ હતી તેમજ પી સી આર વાન આગળ પડેલા વાહનો પણ નુકશાન થયો હતો દારૂના નશામાં કાર હંકારનારે વાહનો પર નુકશાન પહોચાડ્યો હતો જેમાં પોલીસે નશામાં બેફામ બની કાર હંકારનાર નબીરાની ધરપકડ કરી હતી. તેમાં કારચાલક નશામાં હોવાનું પુરવાર થયો છે
સયાજીગંજ પોલીસ મથકને ASIએ કારચાલક સામે ફરિયાદ નોંધી હતી 26 વર્ષીય બ્રિજેશ જયંતિ પરમાર ટોયોટા ઇટીઓસ કાર લઈને સયાજીગંજ પોલીસ મથક પાસેથી નશાની હાલતમાં પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા પોલીસ મથક બહાર ઉભેલી શી ટીમ પોલીસ વાનને સાથે જોરદાર અથડાઇ હતી જેમાં પોલીસ વાનની આગળ ઉભેલા વાહનોને પણ નુકશાન થયુ હતુ અને કારનું કચ્ચરધાણ બોલાઇ ગયુ હતુ.
જો કે તે સમયે સ્થળ કોઇ હાજર ન રહેતા સદનસીબે કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને કાચચાલક નબીરાની ધરપકડ કરી તાલશી લેતા નશામાં ધૃત હોવાનો સામે આવ્યુ હતુ જયાં પોલીસે નબીરા બ્રિજશ પરમારની ધરપકડ કરી જેમાં ધરપકડ કરાયેલા બ્રિજેશની આંખ લાલઘૂમ હતી અને નશામાં લથડિયા ખાતો હતો પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનું ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે