રીના બ્રહ્મભટ્ટ દ્વારા
૮ નવેમ્બેર આવી ગઈ છે અને બરાબર આ સમયે જ ગુજરાતની ચુંટણીઓ પણ છે. અને એની સામે સરકાર સામે લોકોની નારાજગી, નોટબંદીની નિષ્ફળતા ની સાથે સાથે જીએસટી પણ છે. અને કોંગ્રેસ આ મુદ્દાઓ લઈને જ પબ્લિક સામે આવી છે. સુરતમાં મોટાપાયે વેપારીઓ નોટબંદી બાદ જીએસટી અને તેની ખામીઓથી પરેશાન છે. ત્યારે બરાબર આ સમયે ગર્મ હૈ લોહા માર હથોડા ની જેમ રાહુલે સુરતમાં વેપારીઓ સાથે આ અંગે વિગતે ચર્ચા કરી હતી ને વેપારીઓને બાહેધરી આપી હતી કે, અગર કોંગ્રેસ સત્તામાં આવશે તો જીએસટીમાં રહેલ સમસ્યાઓને હળવી કરશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, જીએસટી અન્વયે તમામ નાના-મોટા ટેક્ષ હટાવી એક સ્લેબ નીચે આવરી લેવાની વર્ષોથી વાત હતી. પરતું કેન્દ્ર સરકારે આમાં ૫ જેટલા અલગ અલગ સ્લેબ પાડી ૧૮% ની જગ્યા એ ૨૮ % અને અમુક લક્જુરીઅસ ગણાતી ચીજોમાં અધધ કહી શકાય તેવો ૪૨ % જેટલો ટેક્ષ લાગુ કરેલ છે. જે વિદેશોની તુલનામાં ઘણો વધારે છે.
અને ચુંટણીમાં તેથી જ આ બંને મુદ્દા કોંગ્રેસનું હથિયાર બનેલા છે. અને એમાં પણ બરાબર આ તાકડે જ નોટબંદીને ૧ વર્ષ થયું છે ત્યારે સરકાર એને ઉત્સવ તરીકે ઉજવવા માંગે છે અને પોતાની ઉપલબ્ધિ ગણાવે છે. તો સામે છેડે વિપક્ષ એને કાળા દિવસ તરીકે ઉજવવા માંગે છે.
અને કોંગ્રેસ આ મામલે પબ્લીકને ભડકાવે એ પહેલા જ ભાજપે આ દિવસને ખાસ બનાવવા કેન્દીય મંત્રીઓ અને બીજેપીના સીનીયર નેતાઓ દ્વારા રાજ્યોની રાજધાનીઓમાં પ્રેસ કોન્ફરન્સ ગોઠવી મોદી સરકાર બન્યા બાદ કાળા ધન અને ભ્રષ્ટાચાર રોકવા ઉઠાવવામાં આવેલા પગલાઓ અંગે ચર્ચા કરશે.
ત્યારે અત્રે એ પણ નોધવું રહ્યું કે, શું ભાજપને લાગે છે કે, રિજર્વ બેન્કના નોટબંદી અંગેના તાજેતરના અહેવાલો અને આ સિવાય અસંખ્ય નિષ્ણાતોના નોટબંદી અંગેના વિરોધી અહેવાલો અને એનાથી પણ વધારે તો હાલમાંજ પેરેડાઇજ પેપરમાં ખુલેલા ઢગલાબંધ ભારતીયોના નામ બાદ કાળા નાણા વિષે સરકારના અભિગમ અંગે લોકોમાં વિશ્વાસ બેસે? કે લોકો એને સરકારના પ્રશશનીય પગલા તરીકે જુવે ખરા ?
તેમજ પાનામાં પેપર, પેરેડાઇઝ પપેરમાં ભાજપના નેતાઓના નામ પણ સામે આવ્યા છે. ત્યારે હાસ્યાસ્પદ રીતે એક ભાજપી નેતા એ આગવો તરીકો શોધી મૌન ધારણ કર્યું હતું. ત્યારે કહેવાનો આશય સ્પસ્ટ છે કે, આ સ્થિતિમાં સરકાર લોકોને નોટબંદીના ફાયદા કેવી રીતે સમજાવશે? અને લોકો સમજાશે ખરા ? ના જ સમજે બહુ સીધી વાત છે. કેમ કે, આનો કોઈ પણ પ્રકારનો ફાયદો લોકોને આજ દિન સુધી સમજાયો નથી. અને એમાં પણ ખુદ રીજર્વે બેંક પણ જો સામે ગાડે બેસે તો પબ્લિક કોઈ હિસાબે “હા “ માં “હા” ભણે ખરી??
અને તેમછતાં ભાજપના નેતાઓ ૮ નવેમ્બેરે અમિત શાહ, અરુણ જેટલી અને રેલ મંત્રી પીયુષ ગોયલ રાજ્યમાં અલગ અલગ સ્થાને હાજર રહેશે. અને વધુ માં આ સિવાય હવે આગલા નિશાન તરીકે ભાજપ બેનામી સંપતીઓને નિશાન બનાવી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મુહિમ ચાલુ રાખશે. મતલબ સાફ છે કે, ભાજપ કોઈ પણ ભોગે પોતાના નોટબંદીના મીશનને સાચું ઠરાવવા ઈચ્છે છે.
ત્યારે કોંગ્રેસ ૮ નવેમ્બરે નોટબંદીને સદીના સૌથી મોટા ગોટાળા તરીકે કરાર આપી આ દિવસને કાળા દિવસ તરીકે મનાવશે. વિશેષમાં વિપક્ષના દાવા મુજબ નોટબંદીથી અર્થતંત્ર અને નોકરીઓને ભારે નુકસાન પહોચ્યું છે. જો કે, રાજનીતિમાં દરેક દાવ મતોના રાજકારણને ધ્યાનમાં રાખીને ખેલાય છે. પણ કોઈ લોકોના દિલને પણ પૂછો કે, લોકો આ મામલે શું માની રહ્યા છે? એમને શું તકલીફો પડી છે ? બની શકે કે ભાજપ નોટબંદી પછી તુરંત યુપીની ચુંટણી જીત્યું હતું પરંતુ હવે ગુજરાતમાં લોકો શું પ્રતિસાદ આપે છે ? એ હવે ડીસેમ્બેરમાં જાણવા મળશે. બાકી એક વાત નક્કી છે કે, એક બાજુ ચુંટણી માથા પર છે, ત્યાં જ લોકોના વિસરાયેલા જખમ તાજા થઇ રહ્યા છે…અને ભાજપને હજુ એની ઉજવણીઓ કરવી છે? ત્યારે નથી લાગતું ભાજપ પોતે જ લોકોને કડવી યાદો ફરી તાજી કરાવી રહ્યું છે.