સંબંધ ગમે તેટલો મજબુત કેમ ના હોય, સંબંધમાં કોઇને કોઇ મુશકેલી જરૂર આવે છે. એવામાં મહિલા પરિસ્થિતીઓ સાથે ચુપચાપ સહન કરી લે છે. પરંતુ જીવનમાં કેટલીક પરિસ્થતિ એવી પણ હોય છે. જે મહિલાઓએ ક્યારેય સહનના કરવી જોઇએ. પછી તે જોબ હોય કે આઝાદી અને દરેક મહિલાએ સંબંધોની ઝંઝીરથી બહાર નીકળી તેમના માટે આ 5 વસ્તુ માટે અવાજ જરૂર ઉઠાવવો જોઇએ-
1. એક સંબંધમાં મહિલાઓને પણ એટલીજ આઝાદી મળવી જોઇએ જેટલી પુરૂષોને મળે છે. એટલે હકથી પોતાની આઝાદી માંગે. સાથેજ પોતાની જીંદગીનો નિર્ણય તે ખુદ કરે.
2. આધુનિક જીવનમાં કેટલાક લોકોને એવુ લાગતુ હોય કે મહિલા ફક્ત ઘર કામ માટે જ બની છે. જો તમારા પાર્ટનરને પણ એવુ લાગતુ હોયતો તમારે તેમની સાથે ખુલીને વાત કરવી જોઇએ.
3. જો લગ્ન પછી તમારા પાર્ટનરને તમારી જોબથી પરેશાની છે. તો પહેલાજ તમારા પાર્ટનર સાથે વાત કરી વિચારીને નિર્ણય કરે. એક હોશિયાર મહિલાને પોતાના કરિયર સાથે ક્યારેય પણ કોમ્પ્રોમાઇજ ના કરવુ જોઇએ.
4. એક મજબુત સંબંધ પ્યાર અને વિશ્વાસ પર ટકેલો હોય છે. અને જો તમને લાગતુ હોય કે તમારો પાર્ટનર તમને તે પ્યાર અને ઇજ્જત નથી આપી શકતો જે તમારો હક છે. તો તમારે તમારા સંબંધ વિશે જરૂર વિચારવુ જોઇએ.
5. તમારા પાર્ટનરની સાથે સાથે ખુદને પણ થોડો સમય આપવો જોઇએ જેનાથી તમે રિલેક્શ અને ફ્રેશ મહેસુસ કરશો. તમને જે વસ્તુમાં ખુશી મળતી હોય તે કરવી જોઇએ, ભલે તે દોસ્તો સાથે પાર્ટી કરવાની હોય કે તમારી મનપસંદ બુક વાચવાની હોય, તેના માટે તમારે કોઇની પરવાની લેવાની જરૂર નથૂી.