વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનમાં નંબર વન સિર્બયન ખેલાડી નોવાક જોકોવિચે અહીં રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં સ્પેનના રોબર્ટો બતિસ્ટા અગુટ સામે ચાર સેટની લડત પછી વિજય મેળવીને છઠ્ઠીવાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બતિસ્ટા સામેની મેચ જીતીને તેણે સતત ૧૩મો સિંગલ્સ વિજય મેïળવ્યો હતો.
ટોચના ક્રમાંકિત અને ચારવારના ચેમ્પિયન જાકોવિચે બે કલાક અને ૪૮ મિનીટ સુધી ચાલેલી સેમી ફાઇનલમાં બતિસ્ટા અગુટને 6-2, 4-6, 6-3, 6-2થી વિજય મેળવ્યો હતો. તેને પાંચમા મેચ પોઇન્ટ પર આ સફïળતા હાથ લાગી હતી. જોકોવિચની આ 36મી ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલ હતી જ્યારે બતિસ્ટાની આ પહેલી જ ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલ હતી. ફાઇનલમાં જાકોવિચનો મુકાબલો સ્વિટઝરલેન્ડના રોજર ફેડરર સાથે થશે.. ફેડરરે અન્ય એક સેમી ફાઇનલમાં નડાલને 7-6, 1-6, 6-3, 6-4થી હરાવીને12મી વાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.