FIFA એ પાકિસ્તાન ફુટબોલ ફેડરેશનની માન્યતા રદ્દ કરી દીધી છે. હવે પાકિસ્તાન ફુટબોલ ફેડરેશન ફિફાના કોઇ પણ કાર્યક્રમમાં ભાગ નહી લઇ શકે. ફિફાએ પાકિસ્તાન ફુટબોલ ફેડરેશન પર સસ્પેંશન તત્કાલીન અભાવથી લગાવવામાં આવ્યો છે. ફિફાએ ત્રીજા પક્ષની દખલના કારણે પાકિસ્તાન ફુટબોલ ફેડરેશન પર તત્કાલ પ્રભાવથી માન્યા રદ્દ કરી દીધી છે
પાકિસ્તાન ફુટબોલ ફેડરેશનનું સસ્પેન્શન ત્યારે જ પાછુ લેવામાં આવશે જ્યારે PFF નું કાર્યાલય અને તેના ખાતા પરત કરી દેવામાં આવશે. આ સસ્પેન્શન બાદ ફિફા સંવિધાનમાં 13માં અનુચ્છેદ પ્રમાણે PFF ના તમામ સદસ્યતા અધિકાર પુરા થઇ ગયા છે. PFF ના પ્રતિનિધિ અને ક્લબની ટીમોનું સસ્પેન્શન પરત કરવાની તમામ પ્રકારની આંતરરાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં ભાગ નહી લઇ શકે.